AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 જાણો,ઉધઈનું અસરકારક નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
જાણો,ઉધઈનું અસરકારક નિયંત્રણ
🌾શિયાળુ વાવેતર નો મુખ્ય પાક એટલે ઘઉં અને આ પાકમાં વાવેતર પછી જોવા મળતો પ્રશ્ન એટલે ઉધઈ.જે પાકમાં ઘણી રીતે નુકશાન કરે છે.તો ચાલો જાણીએ તેની નુકશાની અને નિયંત્રણ વિશે. 🌾બીજની માવજત ન કરી હોય તો ગોરાડું જમીનમાં પાક ઉગ્યા પછી ઉધઈથી નુકસાન થાય છે . નુકસાનથી છોડ સુકાવા લાગે અને તેવા છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલા સ્વરુપે જોવા મળે. પાકમાં પાણીની ખેંચ વર્તાય તો ઉધઇ ઉગ્ર સ્વરુપ ધારણ કરી શકે છે. જે ખેડૂતોએ દિવેલી કે લીમડાનો ખોળ જમીનમાં નાંખ્યો હશે ત્યાં આનો ઉપદ્રવ નહિવત જણાશે. 🌾ઉભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી/માટી સાથે બરાબર ભેળવી ઉભા પાકમાં પુંખવી અને પછી હળવુ પિયત આ૫વું. ઉપરની દવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે દવાનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે પણ આપી શકાય. 🌾ફીપ્રોનીલ ૦.૩૦% જીઆર દાણાદાર દવા ૨૦ કી.ગ્રા. પ્રતિ હેકટરે જમીન પર પુન્ખી હળવું પીયત આપી દેવું. ઈમીડાક્લોપ્રીડ ૪૮ એફએસ અથવા થાયોમેથોક્સમ ૭૦ ડબલ્યુએસ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૮.૫૦% + હેક્ષાકોનાઝોલ ૧.૫૦ એફએસ દવાથી પણ બીજ માવજત કરી શકાય. પિયતની ખેંચ વર્તાવા દેવી નહિં. ૧૦-૧૫ દિવસે પિયત આપવાથી જીવાત કાબૂંમાં રહે છે.
19
3
અન્ય લેખો