પશુપાલનકિસાન સમાધાન
જાણો, પશુના વિયાણ પહેલાના સંકેત
પશુઓમાં વિયાણ ના સંકેતો પશુપાલક માટે જરૂરી છે કે તેઓ પશુઓના વર્તનને સમજે, જેથી તેઓ સરળતાથી તેમની સમસ્યાઓ જાણી અને નિદાન કરી શકે. બધા પશુ સામાન્ય સ્થિતિમાં ન હોય તો તેઓ સંકેતો ના માધ્યમથી જણાવતા હોય છે. પશુઓ વિવિધ તબક્કાથી લઇ વિયાણ પહેલા પણ કેટલાક સંકેત આપે છે.
વિયાણ પહેલા પશુ ક્યાં સંકેત આપે છે?
• જો પશુની યોનિમાંથી સાફ લાળ નીકળતું હોય અને બાવલું દૂધ થી ભરાય જવાની શરૂઆત થઈ છે..
• અન્ય પશુથી અલગ રહેવાનો પ્રયત્ન કરે છે.
• એવા સમયે પશુ ખાવામાં અરુચિ દર્શાવે છે.
• પશુ બેચેન રહે છે અને પેટ પર લાત મારે છે અથવા બગલો ને કોઈ વસ્તુ સાથે રગડે છે.પીઢ ની માંસપેસિયા ઢીલી પડી જાય છે જેથી પૂંછડી ઉપર રહે છે.
વિયાણના દિવસોને શોધવા :
• જયારે પણ પશુને ગર્ભાદાન કરાવો ત્યારે તેની તારીખ લખીને રાખવી.
• જો પશુ ફરીથી ગરમીમાં ન આવે તો 3 મહિના બાદ ગર્ભ ચકાસણી અવશ્ય કરાવવી.
• જો ગર્ભાદાન યોગ્ય રીતે થયું છે તો વિયાણ નો યોગ્ય સમય કાઢી શકાય છે, કારણ કે, ગાયમાં સરેરાશ ગર્ભ સમય 280 -290 દિવસ અને ભેંસ 305 - 318 દિવસ છે.
વિયાણ ના સંકેત:
• સામાન્ય રૂપે વિયાણ સમયે બચ્ચાના આગળ ના પગ અને માથું સૌથી પહેલા દેખાય છે.
• વિયાણ ની શરૂઆત પાણી નો ફુગ્ગો દેખાવાથી થાય છે.
• જો બચ્ચાની સ્થિતિ સામાન્ય છે તો, પાણી નો ફુગ્ગો ફાટવાથી 30 મિનિટ ની અંદર પશુ બચ્ચા ને જન્મ આપે છે.
• પ્રથમ વાર બચ્ચાને જન્મ આપનાર પશુ માં તેનો સમય 4 કલાક સુધી હોય શકે છે.
• જો પશુને પ્રસવ દુખાવો શરૂ થયા નો એક કલાક થી વધુ સમય થયો હોય અને પાણી નો ફુગ્ગો જોવા ન મળે તો તરત જ પશુ ચિકિત્સક ને બોલાવવા જોઈએ.
સંદર્ભ: કિસાન સમાધાન
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો