AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો કોણ લઇ શકે છે આ યોજનાનો લાભ.
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
જાણો કોણ લઇ શકે છે આ યોજનાનો લાભ.
👉ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમની એક છે પ્રધાન મંત્રી વય વંદના યોજના 2023 ની શરુઆત કરી છે. જેમાં વૃદ્ધોને ન્યૂનતમ રૂપિયા 1000 મહિને પેન્શન મળશે. યોજનાની શરૂઆત 4મે 2017માં વૃધ્ધો માટે કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023 માં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃધ્ધોને લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે LIC ની Official Website પર કે તમારી નજીકની બ્રાંચ પર અરજી કરવાની રહેશે. ત્યાર બાદ નિર્ધારિત સમય સુધી યોજનામાં રોકાણ કરવું પડશે. જેમાં વ્યાજ સહિત પેન્શન મળશે. આ યોજનામાં 15 લાખ રૂપિયા સુધીની રકમનું પેન્શન મળશે. આ યોજનાનો લાભ અને અરજી કરવાની પ્રક્રિયા અહી નીચે આપેલ છે. 👉યોજનાની પાત્રતા અને તેના નિયમો :- - અરજદાર ભારતનો નિવાસી હોવો જોઈએ તથા ન્યૂનતમ આયુ 60 વર્ષ હોવી જોઈએ. - આ યોજનામાં LIC પોલિસીની મુદત 10 વર્ષની છે. જોકે, પોલિસી ખરીદ્યા પછી લાભાર્થી તેને પોલિસીના નિયમો અનુસાર 10 વર્ષ પહેલા પણ બંધ કરી શકે છે. - આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 31/03/2020 હતી, જેને વધારીને 31/03/2023 સુધી લંબાવવામાં આવેલ છે, - આ યોજનામાં અગાઉ વધુમાં વધુ રૂ. 7,50,000/- રકમનું રોકાણ થઈ શકતું હતું, જેને વધારીને રૂ. 15,00,000/- કરી દેવામાં આવી છે. - આ યોજનાનો લાભાર્થી માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક પેન્શન મેળવી શકે છે. - આ યોજનામાં લાભાર્થી ઓછામાં ઓછા માસિક રૂ. 1,000 અને વધુમાં વધુ માસિક રૂ. 9,250 સુધીનું પેન્શન મેળવી શકે છે. - આ યોજના હેઠળ લાભાર્થીને GST માંથી મુક્તિ મળે છે. - આ યોજનામાં મુદતના 10 વર્ષના સમયગાળામાં લાભાર્થી મૃત્યુ પામે તો પોલિસીમાં જમા થયેલી રકમ પોલિસી ધારકના વારસદારને આપવામાં આવે છે. 👉જરૂરી ડોક્યુમેન્ટની યાદી :- (1) પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ (2) આધાર કાર્ડ (3) પાન કાર્ડ (4) મોબાઈલ નંબર (5) ઉંમરનો પુરાવો (6) આવકનું પ્રમાણપત્ર (7) રહેઠાણનો પુરાવો (8) બેંક પાસબુક 👉અરજી ક્યાં કરવી? - આ યોજનામાં અરજી કરવા માટે અજરદારે LIC ની Official Website https://digisales.licindia.in/eSales/liconline/setprop?plan=856 પર જવું પડશે. - ત્યાં તમને આ યોજના વિશે વધુ માહિતી માટે Click To Buy Online ના બટન પર ક્લિક કરવાનું રહેશે. - ત્યાર પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. અને પ્રોસેડનાં બટન પર ક્લીક કરો આ રીતે તમે આ યોજના માટે અરજી કરી શકો છો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
22
9
અન્ય લેખો