AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોળી ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચોળી ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
➡️ આબોહવા : 👉 આ પાકને ગરમ અને ભેજવાળું હવામાન વધુ અનુકુળ આવે છે . તેથી ચોમાસુ તથા ઉનાળુ ઋતુમાં આ પાક સહેલાઈથી ઉગાડી શકાય છે. ➡️ જમીન : 👉 આ પાક વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે. તેમ છતાં રેતાળ, ગોરાડુ, મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે,ચીકણી જમીન આ પાકને અનુકુળ આવતી નથી. વાવેતર સમય : 👉 ચોમાસુ પાક : જુન - જૂલાઈ 👉 ઉનાળું પાક : ફેબ્રુઆરી - માર્ચ ➡️ વાવેતરની પદ્ધતિ : 👉 ચોળીની વાવણી થાણીને અથવા ઓરીને બંને રીતે કરી શકાય છે. ➡️ વાવેતર અંતર: 👉 થાણીને વાવેતર કરવા માટે બે હાર વચ્ચે: ૬૦ સેમી. અને બે છોડ વચ્ચે ૩૦ સેમી નું અંતર રાખવું. 👉 ઓરીને વાવેતર કરવા માટે બે હાર વચ્ચે ૪૫ સેમીથી ૬૦ સેમી નું અંતર રાખવું. ➡️ બીજ દર: 👉થાણીને : ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટર 👉ઓરીને : ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેકટર ➡️ ખાતર: 👉રાસાયણિક ખાતર માં ૨૫ કિલો ફોસ્ફરસ અને ૨૫ કિલો પોટાશ પાયાના ખાતર તરીકે જમીન તૈયાર કરતી વખતે આપવું. ૧૫ કિલો નાઇટ્રોજન પાક ૩૦ દિવસ નો થાય ત્યારે આપવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
35
6