AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચૂંસિયાંને ધ્યાને રાખી કયા પ્રકારનું કપાસનું બિયારણ પસંદ કરશો?
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચૂંસિયાંને ધ્યાને રાખી કયા પ્રકારનું કપાસનું બિયારણ પસંદ કરશો?
📢 જો આપના વિસ્તારમાં ચૂંસિયાં જીવાતનો પ્રકોપ સવિશેષ રહેતો હોય તો પાન ઉપર રુવાટી હોય તેવી બીટી જાત પસંદ કરવાનો આગ્રહ રાખવો. 📢 રુવાટીને લીધે ચૂંસિયાં જેવા કે તડતડિયા, સફેદમાખી, થ્રીપ્સ, મોલો વગેરેને ખોરાક ચૂંસવામાં અડચણ પેદા થતી હોવાથી તેમનો વિકાસ ઓછો રહે છે અને સરવાળે તેમની સંખ્યાં પણ નિયંત્રીત રહેતી હોય છે. 📢 જો તમે નથી જાણતાં કે કઈ જાત રૂંવાટી વાળી છે કે કઈ જાત તમારા ખેતર માટે અનુકૂળ છે તો તમે એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર ને ફોન કરી યોગ્ય બીજ પસંદ કરી શકો છો. 📢 અનુભવે જાણવા મળ્યું છે કે પાન ઉપર રુવાટી હોય તેવા કપાસમાં રુવાટી વગરના કપાસ કરતા એક કે બે દવાના છંટકાવ ઓછા જતા હોય છે. 📢 ઉદાહરણ તરીકે આરસીએચ-2 જાતમાં છોડના પાન ઉપર રુવાટી હોતી નથી જેથી ચૂંસિયાનો પ્રકોપ રહે છે જ્યારે અજીત-155 કે કાવેરી ATM જાતમાં પાન ઉપર રુવાટી હોવાથી સરવાળે ચૂંસિયાં જીવાતનો આક્રમણ ઓછો રહે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
4
1
અન્ય લેખો