AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચીકુની ફળમાખીના સચોટ નિયત્રણ માટે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચીકુની ફળમાખીના સચોટ નિયત્રણ માટે.
👉ફળમાખી એ બદામી રંગની અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી જીવાત છે. માદા ફળમાખી ફળ પરિપક્વ થવા આવ્યા પછી તેમાં અંડાં મૂકે છે. આ ઈંડાંમાંથી નીકળેલા કીડાં ફળની અંદરની જાતીયોને ખાઈને નુકસાન પહોંચાડે છે, જેનાથી ફળ ખાવા અયોગ્ય બની જાય છે અને ખાટી દુર્ગંધ ફેલાય છે. 👉ફળમાખીના નિયંત્રણ માટે વાડીમાં નિયમિત રીતે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. સડેલા ફળોને ખાડામાં દાટીને નાશ કરવામાં આવે, જેથી જીવાતના પ્રસારને રોકી શકાય. મિથાઈલ યુજીનોલ યુક્ત ટ્રેપ પણ અસરકારક છે, જે દર ૧૦ ઝાડ દીઠ એક અથવા એક હેકટરે ૧૦ ટ્રેપની ગતીએ મૂકવામાં આવે છે. આ ટ્રેપ નર ફળમાખીને આકર્ષીને તેની વસ્તી ઘટાડવામાં મદદરૂપ થાય છે. 👉આ ટ્રેપો જમીનથી ચાર ફૂટની ઊંચાઈએ મૂકવા જોઈએ અને સામૂહિક રીતે વ્યવસ્થાપન કરવાથી વધુ સારો પરિણામ મળી શકે છે. આ તરિકાથી ફળમાખીના ઉપદ્રવને નિયંત્રણમાં રાખી ફળની ગુણવત્તા જાળવી શકાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0