ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચણાના બીજ દર અને ખાતર વ્યવસ્થાપન
👉ચણાના પાક માટે યોગ્ય વાવતેર અને ખાતર વ્યવસ્થાપન મહત્ત્વનું છે, અને યોગ્ય પદ્ધતિથી તેનો ઉછેર કરો તો ઉત્તમ ઉત્પાદન મળે છે. પિયત ચણાના પાક માટે 15 થી 20 કિલો/એકર અને બિનપિયત માટે 25 થી 28 કિલો/એકર પ્રમાણે વાવતેર કરવું જોઈએ. પાયાના ખાતર તરીકે યુરિયા 20 કિલો/એકર, ડીએપી 50 કિલો/એકર, અને ચણાના મૂળના સારા વિકાસ માટે એગ્રોસ્ટાર ભૂમિકા ખાતર 4 કિલો/એકર પ્રમાણે આપવું મહત્વનું છે.
👉ચણાનો પાક રાઈઝોબિયમ નામના જીવાણાંનો ઉપયોગ કરે છે, જે હવામાનમાંથી નાઈટ્રોજન મૂળમાં સ્થિર કરે છે. આથી, ચણાને ખાસ પૂરક ખાતરની જરૂરિયાત નથી. જો વધારાનો નાઈટ્રોજન આપશો, તો છોડની વૃદ્ધિ વધારે થશે, ફૂલતા મોડા બેસશે અને ઉત્પાદન પર અસર પડશે. તેથી ચણાના પાક માટે યોગ્ય માત્રામાં ખાતર આપવું વધુ ફાયદાકારક છે.
👉સ્ત્રોત:- એગ્રોસ્ટાર
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!