AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંની પાકતી અવસ્થાએ નુકસાન કરતા ઉંદરોથી બચાવો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઘઉંની પાકતી અવસ્થાએ નુકસાન કરતા ઉંદરોથી બચાવો
🐀 ઉંદર ખાય એના કરતા વધારે બગાડ કરતા હોય છે. પાકેલ ઘઉંની કંટીઓ તોડી તેના દરમાં લઇ જતા હોય છે. 🐀 જો ઉપદ્રવ વધારે હોય તો તેના અટકાવના પગલાં અવશ્ય ભરવા. આ માટે ઉંદરના જીવતા દર શોધી કાઢી (જીવતા દર શોધવા માટે આગલી રાતે ખેતરમાં દેખાતા બધા જ દર છાણ-માટીથી બંધ કરી દેવા અને સવારે જે દર ખૂલ્લાં થયેલા દેખાય તેને જીવતા દર સમજવાં) તેમાં વિષ પ્રભોલિકા (એક કિ.ગ્રા. ઘઉંનો ભરડો લઇ તેમાં ૨૫ થી ૩૦ ગ્રામ મગફળીંનું તેલ ઉમેરી બરાબર ભેળવી તેમાં ૨૦ ગ્રામ ઝીન્ક ફોસ્ફાઇડ ઉમેરી વિષ પ્રલોભિકા તૈયાર કરવી) મૂંકી દર છાણ-માટીથી બંધ કરી દેવા. આની જગ્યાએ બ્રોમેડિયોલોન ૦.૦૦૫% ની મળતી વેક્ષ કેક પણ જીવતા દરમાં મૂંકી શકાય. આ ઉપચાર ઘઉં દુધિયા અવસ્થાએ હોય ત્યારે કરવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
1
અન્ય લેખો