AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 ઘઉં ના પાક માં ગુલ્લીદંડા નીંદણ નું અસરકારક નિયંત્રણ !
સલાહકાર લેખકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ
ઘઉં ના પાક માં ગુલ્લીદંડા નીંદણ નું અસરકારક નિયંત્રણ !
ઘઉના પાકમાં આ પરદેશી ઘૂસણખોર આક્રમક નીંદણ છે. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં ઘઉંમાં આંતક મચાવી ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખેલ છે. તે દેખાવમાં ઘઉં તથા જવને એકદમ મળતું આવે છે, જેમાં એકસરખી ઉંચાઈ તથા સમયે બીજ આવે છે. દરેક છોડમાં ૩૦૦ થી ૪૬૦ ચમકતાં કાળાં, એકદમ નાનાં ચપટાં બીજ ઉત્પન્ન થાય છે. નિયંત્રણ માટે નીંદણના બીજમકત બિયારણનો ઉપયોગ કરવા. આ માટે ઘઉં તથા જવના બીજને ચાળવાથી ગુલ્લીદંડાના બીજ અલગ કરવાં. પાક ફેરબદલી કરવી, ઘઉના પાકને બદલે ચણાં, રાયડો, મકાઈનું વાવેતર કરવું જેથી ઓળખી શકાય અને ફુલ આવે તે પહેલાં નાશ થાય. પશુના આહારમાં ઉપયોગ ન કરવો. અસરકારક નિયંત્રણ માટે આઈસોપ્રોચ્યુરોન 75% ડબલ્યુપી ૫૨૦ ગ્રામ/એકર પાકની વાવણી બાદ ૨૦-૨૫ દિવસે છંટકાવ કરવો, આ દવાથી ચીલ-બલાડો જેવા ઘાસનું પણ નિયત્રણ થાય છે. અથવા સલ્ફોસલ્ફુરોન 75% ડબ્લ્યજી દવા ૧૩.૩૨ ગ્રામ દવા ૫૦૦ લીટર પાણીમાં ઓગાળી એક એકરમાં વાવણી બાદ ૩૦-૩૫ દિવસે છંટકાવ કરવાથી ગુલ્લીદંડાનું અસરકારક નિયંત્રણ થાય છે. સંદર્ભ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
9