AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગ્લુકોજ ની નકામી બોટલ નો ઉપયોગ કરી ખેડૂતો કરી રહ્યા છે લાખો ની આવક !
કૃષિ જુગાડગુજરાતી વન ઇન્ડિયા
ગ્લુકોજ ની નકામી બોટલ નો ઉપયોગ કરી ખેડૂતો કરી રહ્યા છે લાખો ની આવક !
👉 આપણા દેશમાં એટલા ટેલેન્ટેડ લોકો છે જે કચરાને પણ સોનામાં ફેરવી શકે છે. મધ્ય પ્રદેશમાં રહેતા એક ખેડૂતે કંઈક આવુ જ કરી બતાવ્યુ છે. પહાડી આદિવાસી વિસ્તારોમાં ખેતી કરવી મુશ્કેલ છે. અહીં સિંચાઈ માટે વરસાદના પાણી પર નિર્ભર રહેવુ પડે છે પરંતુ એક ખેડૂતે આ સમસ્યાને ઉકેલવા માટે વેસ્ટ પડી રહેલી ગ્લુકોઝની બોટલનો જે ઉપયોગ કર્યો તેનાથી હવે તેને લાખોની કમાણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હજુ પણ ખેડૂતોની પ્રાથમિક આવક ખેતી છે અને ઘણીવાર તેમણે સિંચાઈ માટે પાણીની ઉણપનો સામનો કરવો પડે છે. મોટાભાગની જગ્યાઓએ વરસાદ ઓછો પડવો સામાન્ય સમસ્યા છે. આની સામે લડવા અમુક ખેડૂતોને આજે પણ જૂની ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે જેનાથી તેમને મહેનતનુ પૂરુ ફળ પણ નથી મળતુ. મધ્ય પ્રદેશના એક ખેડૂતની ડ્રિપ સિસ્ટમ ખેતીનો આઈડિયા વાયરલ થઈ ગયો છે. 👉 વાસ્તવમાં, મધ્ય પ્રદેશા આદિવાસી જિલ્લા ઝાબુઆમાં પહાડી આદિવાસી વિસ્તારમાં ખેતી કરવી ખેડૂતો માટે પડકારભર્યુ કામ છે. અહીં ખેડૂતોને ખેતરની સિંચાઈ માટે વરસાદના પાણી પર નિર્ભર રહેવુ પડતુ હતુ. જેના કારણે ખેડૂતોને મહેનતના પ્રમાણમાં ફળ પણ મળતુ નહોતુ. આ દરમિયાન રમેશ બારિયા નામના એક ખેડૂતે આ પડકાર સામે લડવા માટે જોરદાર ઉકેલ શોધી લીધો. દર મહિને થાય છે 15 હજાર રૂપિયાથી વધુની કમાણી 👉 આ ટેકનિકનો ઉપયોગ કર્યા બાદથી રમેશ બારિયાની કમાણીમાં ઘણો વધારો થયો અને તે 0.1 હેક્ટર ભૂમિમાંથી 15,200 રૂપિયાનો લાભ મેળવવામાં સફળ રહ્યો. આ ટેકનિક માત્ર સિંચાઈ માટે સારી નહોતી પરંતુ આનાથી છોડને પણ સૂકાવાથી બચાવી શકાય છે. આ ઉપરાંત પાણી પણ વેડફાતુ નથી અને આમાં પડતર કિંમત પણ ઓછી છે. સાથે જ પર્યાવરણને પણ નુકશાન કરતી એ પ્લાસ્ટિક બોટલોનો યોગ્ય ઉપયોગ થાય છે જેને મેડિકલ કચરામાં ફેંકી દેવામાં આવે છે. રમેશ બારિયાને જોઈને હવે તેમની આ ટેકનિકને ગામના અન્ય ખેડૂતોએ પણ અપનાવવી શરૂ કરી દીધી છે. આ કામ માટે રમેશ બારિયાને જિલ્લા પ્રશાસન અને મધ્ય પ્રદેશ સરકારના કૃષિ મંત્રીની પ્રશંસાના પ્રમાણપત્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુજરાતી વન ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
2
અન્ય લેખો