AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગોબર ધન યોજના ખેડૂતો માટે લાભદાયી
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ગોબર ધન યોજના ખેડૂતો માટે લાભદાયી
👉આજના આધુનિક યુગમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને પશુ આધારિત યોજનાઓ થકી ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પ્રોત્સાહિત કરાવતી 'ગોબર ધન યોજના' એ પશુઓના છાણ, કૃષિજન્ય કચરામાંથી બાયોગેસ બનાવવાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે બાયોગેસ પ્લાન્ટ એક સારું માધ્યમ બન્યું છે. 👉ગોબર ધન યોજના એ પર્યાવરણ માટે પણ સાનુકૂળ છે. પશુઓના છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાથી ‎ધુમાડો ઉત્પન્ન થાય છે‎, જેનાથી પર્યાવરણમાં પ્રદુષણ થાય છે. જો છાણનો બાયોગેસ પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવે તો પ્રદુષણ ઓછું થાય છે, અને સાથે- સાથે સમય પણ બચે છે. 👉જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કરશનપર ગામમાં રહેતા ખેડૂત લખમણભાઈ ગાગીયા જણાવે છે કે, તેમના પરિવારમાં 4 સભ્યો હયાત છે. હાલમાં ખેતી કરી જીવન નિર્વાહ કરે છે. આખો દિવસ ખેતરમાં કામ કરીને ઘરે આવ્યા બાદ ચૂલામાં રસોઈ બનાવવી મુશ્કેલ છે. તેમનું અત્યારે નળિયાંવાળું કાચું મકાન છે. તેથી જો વરસાદ વધુ પડે, તો પાણી અંદર ટપકે એટલે ચૂલામાં રસોઈ સરખી રીતે બને પણ નહીં. 👉પરંતુ ગોબર ધન યોજના હેઠળ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ મુકાવવા અંગેની જાણકારી મળતા સરકારી ખાતામાં અરજી કરી હતી. અરજી કર્યા બાદ તેઓને અરજી મંજૂર હતા તેમના ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવ્યો હતો. ગોબર ધન યોજના હેઠળ આજે તેમનો પ્લાન્ટ ખુબ સારી રીતે ચાલી રહ્યો છે, અને તેના થકી તેઓને આજે ધુમાડામાંથી અને અન્ય આર્થિક બોઝમાંથી મુકિત મળી છે. 👉જામનગર જિલ્લાના જામજોધપુર પણ થકના કરશનપર ગામના ખેડૂત લખમણભાઈ આ યોજના થી ખુશ ખુશાલ છે. ઘરે નાના બાળકો છે. તેથી મોડર્ન એલ. પી. જી. સિલિન્ડરમાં અકસ્માત થવાનો ભય રહે છે. તેમના ખેતરમાં હવે બાયોગેસ પ્લાન્ટ હોવાથી ઘરમાં લીકેજ કે અકસ્માત થવાનો ભય રહ્યો નથી. આ યોજના દરેક ખેડૂત અને પશુપાલકો માટે લાભદાયી છે, તેવું જણાવી લખમણભાઇએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ રાજ્ય સરકારનો આભાર પણ માની રહ્યા છે. 👉સંદર્ભ :- Agrostar આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો
23
3
અન્ય લેખો