AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુવારના પાકમાં વિષાણૂંજન્ય રોગને વધતો અટકાવો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ગુવારના પાકમાં વિષાણૂંજન્ય રોગને વધતો અટકાવો
👉 ઘણા ખેડૂતોએ ગુવાર કે ગમ-ગુવાર ઉનાળામાં કરી જ હશે. આ પાકમાં આ રોગ ખાસ આવતો જ હોય છે. 👉 આ મોઝેક વાયરસ જે વિષાણૂંજન્ય હોવાથી એકવાર આવી જાય પછી તે છોડ ઉપરથી જતો નથી પરંતું તેનાથી બીજા છોડને બચાવી શકાય છે. 👉 આ રોગથી છોડના પાન પીળા કે આછા લીલા રંગના થઇ જતા હોય છે. 👉આ વિષાણૂંજન્ય રોગનો ફેલાવો આ પાકમાં આવતી મોલો-મશી કરતી હોય છે. જેથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ કરવું જરુરી છે. 👉 શરુઆતમાં આ રોગથી અસરગ્રસ્થ છોડ ખેતરમાંથી ઉપાડી લઇ તેમનો નાશ કરવો. 👉 રોગનો ફેલાવો થતો અટકાવવા માટે હાલ મોલો માટે કોઇ પણ રાસાયણિક દવા ભલામણ કરેલ નથી. પરંતું લીમડા આધારિત મળતી તૈયાર દવા ૨૦ મિલિ (૧૦૦૦૦ પીપીએમ-૧% ઇસી) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ- ૦.૧૫% ઇસી) અથવા તો કોઇ પણ બાયોપેસ્ટીસાઇડ જેવી કે મેટારહીઝમ એનીસોપ્લી ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3