AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુલ્લીદંડાનો ફેલાવો અટકાવવા માટેના પગલાં
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ગુલ્લીદંડાનો ફેલાવો અટકાવવા માટેના પગલાં
👉ગુલ્લીદંડા નિંદણનો અસરકારક નિયંત્રણ માટે ઉપાય ખેતરમાં ગુલ્લીદંડા જેવા હાનિકારક નિંદણથી બચવા માટે યોગ્ય નિયંત્રણ અપનાવવું જરૂરી છે. આ માટે કેટલાક મહત્વના પગલાં લેવામાં આવી શકે છે: 1. બીજની પસંદગી: નિંદણથી મુક્ત બીજ વાપરવું અથવા વાવણી પહેલાં બીજને ચાળી કચરો અને ગુલ્લીદંડાના બીજનો નાશ કરવો. 2. પાક ફેરબદલી: જો ખેતરમાં નિંદણ ઉગ્યું હોય, તો બે-ત્રણ વર્ષ સુધી પાક ફેરબદલી કરવી. ડાંગર બાદ ઘઉંના બદલે ચણા, રાઈ, કે સુવાના પાક વાવવાથી નિંદણનું નિયંત્રણ સરળ બને છે. 3. ફૂલ આવતા પહેલાં નાશ: શેઢા-પાળાના નિંદણના છોડને ફૂલ આવતાં પહેલાં ઉખાડી નાખો અને નાશ કરવો. 4. પશુ ચારો માટે ન વાપરો: આ નિંદણને ઘાસચારા તરીકે કોઈપણ સંજોગોમાં વાપરવું નહીં. 5. રાસાયણિક નિયંત્રણ: એગ્રોસ્ટાર ફોગર (ક્લોડિનાફોપ પ્રોપર્ગિલ 15% + મેટ્સલ્ફ્યુરોન મિથાઇલ 1% WP) નો 16 ગ્રામ પ્રતિ પંપ (160 ગ્રામ પ્રતિ એકર) વાવણીના 25-30 દિવસ પછી છંટકાવ કરો. આ પગલાં અપનાવવાથી ગુલ્લીદંડા નિંદણ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે અને પાકની ગુણવત્તા સુરક્ષિત રાખી શકાય છે. 🌾 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
7
0
અન્ય લેખો