AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે વાવઝોડાની આગાહી!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે વાવઝોડાની આગાહી!
🔴ગુજરાતમાં હાલ ગાજવીજ સાથે વરસાદ થઈ રહી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંઘાઈ છે.આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. એજ સંદર્ભમાં હવે ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખલાસીઓને દરિયાંમાં જવા પર પ્રતિબંઘ મુકવામાં આવ્યું છે.વાત જાણો એમ છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલી તકે પહોંચી ગયું હતુ અને દક્ષિણ ગુજરતમાં કેટલાક દિવસ સુધી ચોંટી ગયું હતું. 🔴પરંતુ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે અને વેરાવળ, ભરૂચ, છોટાઉદેપરુ થકી મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે. પણ અત્યાર સુધી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા નથી. જેમાં અમદવાદ, રાજકોટ અને કચ્છનું સમાવેશ થાય છે. 🔴એમ તો ગુજરાતમાં ચોમાસું વહેલી તકે આવી ગયું હતું,પરંતુ તે દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું. ત્યાંથી ચોમાસું ઘણા દિવસો સુધી આગળ નથી વધ્યું. જેના કારણે હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એજ નહીં દરિયામાં ખાલાસીઓને નથી જવાની સલાહ પણ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયા કાંઠે 35 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારથી પવન ફુંકાઈ શકે છે. 🔴ક્યાં ક્યાં છે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે ભારે પવન પણ ફુંકાઈ શકે છે. જ્યાં તેને લઈને રેડ એલર્ટ તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ,પાટણ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, મહોબા, અમરેલી, જૂનાગઢ, સોમનાથ અને વેરાવળ, તાપી અને નર્મદાનો સમાવેશ થાય છે. આ દરમિયાન કચ્છમાં મધ્ય વરસાદ પણ નોંધાઈ શકે છે. જણાવી દઈએ ગુજરાત આગાહી 4 દિવસ ખૂબ જ ખતરનાક જોવા મળી રહ્યા છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
67
0