AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગાય-ભેંસને નહી લાગે ગરમી
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ગાય-ભેંસને નહી લાગે ગરમી
✅સતત વધી રહેલા તાપમાનથી સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત છે. લોકોને ઘરથી બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. લોકો પોતાને ગરમીથી બચાવવા માટે પોતાના ખાન-પાન પર વિશેષ ધ્યાન રાખી રહ્યા છે. એવામાં લોકો સતત તરલ પદાર્થનું સેવન કરે છે. તો બીજી તરફ એવામાં પશુપાલકોને પોતાના પશુઓનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. સતત વધી રહેલા તાપમાનથી પશુઓને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગરમીમાં દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો આવી શકે છે. ✅પશુપાલન વિભાગના એક્સપર્ટે જણાવ્યું હતું કે સતત તાપમાન વધી રહ્યું છે. હાલમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. એવામાં પશુઓને ઘણા પ્રકારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ગરમીથી પશુઓના થઇ શકે છે મોત ✅વાતાવરણના તાપમાનથી પશુઓના શરીરનું તાપમાન ઓછું રહે છે. એવામાં પશુઓને સમસ્યા થવા લાગે છે. પશુઓને પરસેવો વધુ આવે છે. તેનાથી પશુઓના શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. પશુઓને શ્વાસ ચઢવા લાગે છે. ઘણીવાર પશુઓ બેભાન થઇને ઢળી પડે છે. જો દેખરેખમાં થોડીપણ બેદરકારી રાખવામાં આવે તો પશુનું મોત થઇ જાય છે. પશુઓને સમયાંતરે આપો પાણી ✅વાતાવરણ અને પશુઓના શરીરના તાપમાન વચ્ચે સામંજસ્ય બની રહે તેની સાવધાની રાખવી જરૂરી છે. નહી તો વધતા જતા તાપમાનથી દૂધ ના ઉત્પાદનમાં ભારે ઘટાડો થઇ શકે છે. એવામાં પશુઓને દિવસમાં 2 થી 3 વાર નવડાવો અને વધુમાં વધુ માત્રામાં લીલો ચારો આપો. ગાય અને ભેંસને એક દિવસમાં 3 વાર પાણી પીવડાવવું જોઇએ જેથી પશુ પોતાની જરૂરિયાત અનુસાર પાણી પી શકે. શરીરમાં પાણી અછત સર્જાય નહી. કંતાનના કોથળાનો કરો ઉપયોગ ✅પશુઓના ખાનપાન સાથે સાથે તેમના રહેવાની પણ વ્યવસ્થા કરવી જરૂરી છે પશુઓના આવાસને હવાદાર બનાવો. આવાસમાં પંખો લગાવી દો. જો બની શકે તો કુલરની વ્યવસ્થા કરી શકોછો. જોકે આ ઉપાયોથી ખર્ચ વધશે. તેના માટે આવાસની બારીઓ પર કંતાનની બોરીઓ લગાવીને પાણી નાખો જેથી બહારથી ઠંડી હવા આવી શકે. અને પશુઓના આવાસમાં ઠંડક જળવાઇ રહે. કંતાનની બોરીઓ લગભગ 20 થી 30 રૂપિયામાં મળી જશે. તેમાં નવી બોરીઓ લગાવવાની જરૂર નથી. ખેડૂતો જૂની બોરીઓનો ઉપયોગ કરી શકે છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0
અન્ય લેખો