ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ગાભમારાની ઈયળનું આગોતરું નિયંત્રણ!
🐛પાકની શરૂઆતની અવસ્થામાં નાની ઈયળો થડ ની ગાંઠની નજીકના ભાગ પર કાણું પાડી ને અંદર દાખલ થાય છે.અને અંદર નો ગર્ભ ખાવા લાગે છે.જેના કારણે છોડ પીળા પડી સુકાઈ જાય છે અને જેને “ડેડહાર્ટ” કહે છે. કંટી વખતે કંટી સુકાઈ ને સફેદ થઈ દાણા ભરાતા નથી અને ખેંચતાં સહેલાઈથી ખેંચાઈ આવે છે. જેને સફેદ પીંછી (વ્હાઈટ ઈયર હેડ) કહે છે.
🐛જેના નિયંત્રણ માટે ડાંગરની ફેરરોપણી જુલાઈના પ્રથમ પખવાડિયામાં કરવી.
🐛ડાંગરની ફેર રોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપીને રોપણી કરવી.તેમજ રોપણી પછી 25-30 દિવસે અને 40-45 દિવસે રૈપીજેન જીઆર (ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 0.4% જીઆર) 4 કિલો પ્રતિ એકર અથવા એગ્રોનીલ જીઆર (ફિપ્રોનીલ 0.3% જીઆર) 6 કિલો પ્રતિ એકર અથવા એલીઓસ (થાયોમીથોક્ષામ 1 % + ક્લોરાટ્રાનીલીપ્રોલ 0.5 % જીઆર) 2.5 કિલો પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!