AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગાજવીજ સાથે આવશે મેઘરાજાની સવારી!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગાજવીજ સાથે આવશે મેઘરાજાની સવારી!
🌧️ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થયું હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોરદાર બેટિંગ કરી હતી. દ્વારકાના ખંભાળિયામાં તો છ કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે સપ્તાહના પહેલા જ દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 🌧️હવામાન વિભાગના મેપ પ્રમાણે, 19મી તારીખના રોજ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં મેઘ ગર્જના સાથે સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 🌧️હવામાન વિભાગના મેપ પ્રમાણે, 20મી તારીખના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં મેઘ ગર્જના સાથે સામાન્ય હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 🌧️હવામાન વિભાગના મેપ પ્રમાણે, 21મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. 🌧️22મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
52
0