કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે લોકોને રાતા પાણીએ રોવડાવશે
ડુંગળીના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે. ડુંગળીના ઓછા પાકને લીધે કિલોએ રૂપિયા 20નો વધારો થતા ભાવ રૂપિયા ૪૫ થઈ ગયો છે.છેલ્લા ઘણા સમયથી લીલા શાકભાજીના ભાવમાં 35 થી 50 ટકાનો વધારો થતા હવે ગરીબ અને મધ્યમ વર્ગને શું ખાવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 34ના કિલો લેખે મળતી ખાંડના ભાવમાં રૂપિયા 6 વધી જતા હાલ રૂપિયા 40ની કિલો થઈ ગઈ છે. જયારે મોટા દાણાની ખાંડનો ભાવ કિલોએ રૂપિયા 42 થી 44 થઈ ગયા છે. વધુ પડતા વરસાદને લીધે શાકભાજીની ઓછી આવકના કારણે ભાવો આસમાને પહોંચી ગયા છે. લીલા શાકભાજી બાદ હવે ડુંગળીએ લોકોને રડાવ્યાં છે. ડુંગળીના ભાવમાં કિલોએ રૂપિયા 20નો વધારો થયો છે. ડૂંગરીનો નવો ભાવ રૂ.45/કિલો છે.
સંદર્ભ : સંદેશ 22 ઑગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો