AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતીમાં મધમાખી છે ફાયદા કારક તો જાણો તેનું મહત્વ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ખેતીમાં મધમાખી છે ફાયદા કારક તો જાણો તેનું મહત્વ
👉મધમાખી પરાગનયન દ્વારા પાકના ઉત્પાદનને મોટા પ્રમાણમાં સુધારે છે. પરાગનયન પ્રક્રિયા ફૂલોને ફલોમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે, જેની સાથે ખેતીના મોટાભાગના પાકના ઉત્પાદનમાં વધારો થાય છે. પરંતુ હાલમાં જંતુનાશક દવાઓના આડેધડ વપરાશના કારણે ખેતરોમાં મધમાખીના વસાહતોની સંખ્યા ઘટી રહી છે. પરિણામે, તલ, વરિયાળી, નાળિયેરી, અજમો, ધાણા, રાયડો અને આંબા જેવા પાકોના ઉત્પાદન પર નકારાત્મક અસર થાય છે, જેનાથી કઠોર મહેનત છતાં ઉત્પાદન ઓછું આવે છે. 👉આ સંજોગોમાં, ખેડૂત મિત્રો માટે થોડી કાળજી લેવી જરૂરી છે. પાક ફૂલ આવસ્થામાં હોય ત્યારે જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ ટાળવો જોઈએ. જંતુનાશક દવાના છંટકાવ માટે વધુ સલામત સમય સંધ્યાકાળનો હોય છે, જ્યારે મધમાખી પોતાના મધપૂડામાં પરત ફરેલી હોય. આ ઉપરાંત, એવી જંતુનાશક દવાઓના ઉપયોગ પર ધ્યાન આપવું જોઈએ જે મધમાખી માટે ઓછા હાનિકારક હોય. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0