AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોમાં ખુશીની લહેર ! ગુજરાત ની કેસર કેરી પહોંચશે અમેરિકા !
માર્કેટ સમાચારVTV ગુજરાતી
ખેડૂતોમાં ખુશીની લહેર ! ગુજરાત ની કેસર કેરી પહોંચશે અમેરિકા !
🥭 કેરી ઉગાડતા ભારતીય ખેડૂતો માટે આ ખુશીના સમાચાર છે. કેન્દ્ર સરકારે આગામી સિઝનમાં યુએસમાં ભારતીય કેરીની નિકાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર પાસેથી મંજૂરી મેળવી છે. હવે માર્ચથી ભારત આલ્ફોન્સો જાતની કેરીની નિકાસ કરી શકશે. આલ્ફોન્સો ભારતની સૌથી મોંઘી કેરી છે. તેને કેરીનો રાજા કહેવામાં આવે છે.અમેરિકાના લોકો હવે ભારતમાંથી સારી ગુણવત્તાની કેરી મેળવી શકશે. 🥭 કરાર હેઠળ, બંને દેશો ભારતીય કેરી અને દાડમની નિકાસ અને યુએસથી ચેરીની આયાત પર સંયુક્ત પ્રોટોકોલનું પાલન કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સંશોધિત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બંને દેશો વચ્ચે સંમત થયા મુજબ ભારતમાં રેડિયેશન ટ્રીટમેન્ટની પૂર્વ મંજૂરીની દેખરેખના તબક્કાવાર ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. સંદર્ભ : VTV ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
3