AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોનો સાચો સાથી – લેડી બર્ડ બીટલ
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતોનો સાચો સાથી – લેડી બર્ડ બીટલ
👉ખેતરમાં જીવાતોનો ઉપદ્રવ એક મોટી સમસ્યા છે. ચુસિયા જીવાતો જેમ કે મોલો મચ્છી, સફેદ માખી અને થ્રિપ્સ પાકને ખૂબ નુકસાન પહોંચાડે છે. આવા સમયે ખેડૂતોનો સાચો મિત્ર બનીને આવે છે – લેડી બર્ડ બીટલ. તેને સામાન્ય રીતે “લાલ-પીળા રંગનો નાનો ભમરો” પણ કહેવામાં આવે છે.👉લેડી બર્ડ બીટલ એક ઉપયોગી જીવાત છે, જે પાકને નુકસાન કરનાર જીવાતોને ખાઈ જાય છે. એની એક જ લાર્વા અવસ્થાની સંતાન પોતાના જીવનમાં સૈકડો મોલો મચ્છી ખાઈ શકે છે. પુખ્ત લેડી બર્ડ બીટલ પણ સતત નુકસાનકારક જીવાતો પર હુમલો કરીને પાકનું રક્ષણ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે આ જીવાત ખેડૂતો માટે સંપૂર્ણપણે સલામત છે અને પાક પર કોઈ ખોટો પ્રભાવ પાડતો નથી.👉રાસાયણિક દવાઓના વધારે ઉપયોગથી જમીન, પાણી અને પર્યાવરણ પર ખરાબ અસર પડે છે. જ્યારે લેડી બર્ડ બીટલ જેવા જૈવિક મિત્ર જીવાતો કુદરતી સંતુલન જાળવી રાખે છે. ખેડૂતો જો આવા ઉપયોગી જીવાતો ની સંખ્યા વધારે તો રાસાયણિક જંતુનાશક પરનો આધાર ઘટાડી શકે છે.એ રીતે લેડી બર્ડ બીટલ ખરેખર ખેડૂતોનો વિશ્વાસુ સાથી છે, જે પાકને બચાવીને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.👉 સંદર્ભ : AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
12
0
અન્ય લેખો