AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોને સૌથી મોટી બજેટમાં ગિફ્ટ, 6000 રૂપિયા આ રીતે ખેડૂતોના ખાતામાં થઇ જશે જમા
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
ખેડૂતોને સૌથી મોટી બજેટમાં ગિફ્ટ, 6000 રૂપિયા આ રીતે ખેડૂતોના ખાતામાં થઇ જશે જમા
ચૂંટણી વર્ષમાં યુનિયન બજેટથી સરકારની કોશિષ તમામ વર્ગોને ગિફ્ટ આપીને ખુશ કરવાની છે. ખેડૂતો માટે આ બજેટમાં કેટલીય મોટી જાહેરાત કરવાની આશા કરાઇ રહી હતી. કાર્યકારી નાણાં મંત્રી પિયૂષ ગોયલે ખેડૂતોને નિરાશ ના કરતાં તેમના માટે કેટલીક મોટી જાહેરાતો કરી છે.
ખેડૂતો માટે કિસાન વિકાસ સમ્માન યોજના મળશે. નાના ખેડૂતો જેમની પાસે 2 હેકટર (લગભગ 5 એકર) સુધી જમીનવાળા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા આવશે. નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આ રકમ મળી શકશે. તેના માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અપાશે. મળતી માહિતી પ્રમાણે પહેલો હપ્તો થોડાંક જ સમયમાં એટલે કે ત્રણ સપ્તાહની અંદર જ જમા કરાવાશે. આ નાણાં ત્રણ હપ્તામાં 2000 રૂપિયાના દરે જમા કરાવાશે. કેન્દ્ર સરકારને આ યોજનાથી 75000 કરોડનું ભારણ વધશે. સંદર્ભ - સંદેશ ન્યૂઝ પેપર, 01 ફેબ્રુઆરી 2019
149
0