AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોને ડીઝલ અને લાઈટબિલમાં થશે બચત. જાણો સંપૂર્ણ માહિતી !
કૃષિ વાર્તાTV 9 ગુજરાતી
ખેડૂતોને ડીઝલ અને લાઈટબિલમાં થશે બચત. જાણો સંપૂર્ણ માહિતી !
⛮ કેન્દ્ર સરકાર હંમેશા ગરીબ અને સીમંત ખેડૂતો માટે અનેક યોજના ચલાવી રહી છે. ક્યારેક વધુ વરસાદને કારણે પાક બગડી જાય છે, તો ક્યારેક ઓછા વરસાદને કારણે પાક સુકાઈ જાય છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ‘કુસુમ યોજના’ ની શરૂઆત કરી છે. આ યોજનાની મદદથી ખેડૂતો તેમની જમીન પર સોલાર પેનલ લગાવીને ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ માટે કરી શકે છે. કુસુમ યોજનાના લાભો : ⛮ આ યોજના હેઠળ ખેડૂત પોતાની જમીનમાં સૌર ઉર્જાનાં સાધનો અને સોલાર પંપ લગાવીને ખેતરમાં સરળતાથી સિંચાઈ કરી શકે છે. ‘પ્રધાનમંત્રી-કુસુમ યોજના’ દ્વારા કેન્દ્ર સરકાર પહેલાથી જ ખેડૂતોના ડીઝલ પંપને સોલર પંપમાં રૂપાંતરિત કરવા અને નવા સોલર પંપ સ્થાપિત કરવા પર કામ કરી રહી છે. હવે સરકાર એગ્રીકલ્ચર ફીડરનું સોલારાઇઝેશન કરવા જઈ રહી છે. જેની મદદથી વીજળીની બચત સાથે ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પૂરતી વીજળી પણ મળશે. આનાથી માત્ર ખેડૂતોને જ ફાયદો થશે નહીં, અને તેની સાથે રાજ્ય સરકારોની સબસિડીના નાણાંની પણ બચત થશે. યોજનાથી થશે કમાણી : ⛮ આ યોજનાની મદદથી ખેડૂતો તેમની જમીન પર સોલાર પેનલ લગાવી શકશે. તેમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ખેતીમાં ઉપયોગ કરવાની સાથે ખેડૂતોની જમીન પર ઉત્પન્ન થતી વીજળી તેનાથી દેશના ગામડાઓમાં પણ 24 કલાક વીજળીનો પુરવઠો શક્ય બની શકશે. આ ઉપરાંત ખેડૂતો વધારાની વીજળી ઉત્પન્ન કરીને તેને ગ્રીડમાં મોકલીને તેને કમાણીનું માધ્યમ પણ બનાવી શકે છે. ⛮ આ સ્કીમ દ્વારા સોલાર પ્લાન્ટ લગાવવા માટે તમારે માત્ર 10 ટકા પૈસા ચૂકવવા પડશે. બાકીનો 90 ટકા ખર્ચ સરકાર અને બેંક બંને ઉઠાવશે. સંદર્ભ : TV 9 ગુજરાતી , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
104
19