AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોની સુધરશે દિવાળી, કૃષિમંત્રીનું મોટું નિવેદન !!
સમાચારએગ્રોસ્ટાર
ખેડૂતોની સુધરશે દિવાળી, કૃષિમંત્રીનું મોટું નિવેદન !!
📢રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. ૩૩%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે. 📢નર્મદા જિલ્લાના ૫૪૭ ગામમાં સર્વે થયો, છોટાઉદેપુરના ૮૮૦ ગામો પાક નુકસાનીનો સરવે કરાયો, નવસારીમાં ૩૮૭ ગામોમાં સરવેની કામગીરી કારાઈ, પંચમહાલ જિલ્લાના ૩૯ ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ, વલસાડ જિલ્લાના ૨૮૩ ગામ સર્વેની કામગીરી પૂર્ણ, તાપી જિલ્લામાં ૨૫૬ ગામમાં સર્વેની કામગીરી પુરી, ડાંગ જિલ્લામાં ૩૧૦ ગામમાં સર્વેની કામગીરી પુરી, ક્ચ્છ જિલ્લામાં ૩૫૨ ગામોમાં સર્વેની કામગીરી થઈ 📢કુલ ૧૨૦ સર્વે ટીમ લાગી હતી કામે : રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, કચ્છ મળી કુલ ૯ જિલ્લાઓના ૩૮ થી વધુ તાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા હતા.અસરગ્રસ્ત તાલુકાઓના કુલ ૧૨૦ સર્વે ટીમ દ્વારા સર્વેની કામગીરીએ લાગી હતી. આશરે ૪૦૦૦ થી વધુ ગામડામાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. 📢કૃષિ ક્રેડિટના રિપોર્ટમાં શું થયો હતો ખુલાસો? ગુજરાતના ખેડૂતોના રિપોર્ટકાર્ડમાં પરિસ્થિતિ કંઇક અલગ જ સામે આવી છે. બે વર્ષમાં ગુજરાતના ખેડૂતોનું દેવું વધ્યું છે. ગુજરાતના ખેડૂતોની લોન પણ વધી છે. ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. કૃષિ ક્રેડિટના રિપોર્ટ પ્રમાણે બે વર્ષમાં કૃષિ ક્રેડિટ ૩૨ ટકા વધી છે. તો એગ્રીકલ્ચર ક્રેડિટ હેઠળની લોન ૪૫ ટકા વધી છે.૨૦૧૯-૨૦માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ ૭૩ હજાર ૨૨૮ કરોડ હતી જે ૨૦૨૧-૨૨માં ગુજરાતમાં કૃષિ ક્રેડિટ વધીને ૯૬ હજાર ૯૬૩ કરોડ થઇ. ખાતા દીઠ એગ્રિકલ્ચર લોન ૧.૭૧ લાખથી વધી ૨.૪૮ લાખ રૂ. થઇ ગઈ છે. બે વર્ષમાં ખેડૂતોના ખેતીને લઇને પડકારો પણ રહ્યાં છે. તૌકતે વાવાઝોડાથી લઇને અનરાધાર વરસાદે ખેતરોને તબાહ કર્યા છે. વળતરના નામે પણ ખેડૂતોના કહેવા પ્રમાણે ખાસ સહાય મળતી નથી. તેવામાં બે વર્ષમાં ખેડૂતોને ખેતી માટે જરૂરી બિયારણ,ખાતર કે પછી જરૂરી દવાઓના ખર્ચમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
3
અન્ય લેખો