AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોની આવક થઈ જશે ડબલ
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતોની આવક થઈ જશે ડબલ
🎋બદલાતા સમયની સાથે ખેતીનો પ્રકાર પણ બદલાયો છે. સાથો સાથ ખેતીની પ્રોડક્ટ પણ બદલાઈ છે. ખેતી કરવાની રીતભાતમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. પરંપરાગત ખેતી એ ખોટી નથી, પણ એ સિવાય પણ ખેડૂતોએ વિચાર કરવાની જરૂર છે. આવી જ એક વસ્તુની વાત જેની ખેતીથી ખેડૂતો કરી શકે છે અધધ કમાણી. 🎋અહીં વાત થઈ રહી છે બામ્બૂ એટલે રે, વાંસની. બામ્બૂ તરીકે ઓળખાતા વાંસની ખેતીથી ખેડૂતો કરી શકે છે સારી એવી કમાણી. ખેડૂતો માટે કમાણી કરવાની જાણી લો સરળ રીત... તમે વાંસની ખેતી કરી શકો છો. હાલમાં દેશની મોટી વસ્તી ખેતી પર નિર્ભર છે. આવી સ્થિતિમાં વાંસની ખેતી સારો વિકલ્પ બની શકે છે. બજારમાં હંમેશા વાંસની વધુ માંગ રહે છે. સાવ સરળ છે વાંસની ખેતીઃ 🎋વાંસની ખેતી એકદમ સરળ છે. તમારે તેનો છોડ નર્સરીમાંથી લાવવો પડશે અને તેને રોપવો પડશે. તેને રોપવા માટે તમારે લગભગ 2 ફૂટ ઊંડો અને 2 ફૂટ પહોળો ખાડો બનાવવો પડશે. તમારે તેને ખૂબ રેતાળ જમીનમાં રોપવાનું ટાળવું પડશે. એકવાર તમે આ છોડ રોપ્યા પછી, તમારે તેને આગામી એક મહિના સુધી દરરોજ પાણી આપવું પડશે. ઓછા પૈસામાં થશે વધુ ખેતીઃ 🎋વાંસની ખેતીની ખાસ વાત એ છે કે તમારે તેના માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. આ સિવાય છોડ 3 મહિના પછી જ વધવા લાગે છે. છોડને ઉગાડવા માટે તમારે વધુ પ્રયત્નો કરવાની જરૂર નથી. સરકાર સામેથી આપે છે સબસીડીઃ 🎋કેન્દ્ર સરકાર દ્વારા 2006થી વાંસની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકાર આ ખેતી પર 50 ટકા સબસિડી પણ આપી રહી છે. આ વસ્તુની બજારમાં છે ભારે માંગઃ 🎋હાલમાં બજારમાં વાંસની માંગ વધુ છે અને ખેડૂતો તેને સારા ભાવે વેચી શકે છે. હાલમાં વાંસમાંથી બનેલા ફર્નિચરને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ડેકોરેશનમાં પણ વાંસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો ખેડૂતો વાંસની ખેતી કરે તો તેને લણ્યા પછી પણ ઉગાડી શકાય છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
12
0
અન્ય લેખો