AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોએ મે માસમાં શાકભાજી પાકમાં કયા ખેતી કાર્યો કરવા, જાણો વિગતો !
સલાહકાર લેખTV9 ગુજરાતી
ખેડૂતોએ મે માસમાં શાકભાજી પાકમાં કયા ખેતી કાર્યો કરવા, જાણો વિગતો !
👉 શાકભાજીના તૈયાર થયેલી ધરૂઓની ફેર રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા. 👉 શાકભાજી પાકો માટે 15 થી 20 મેં પછી ધરૂવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી. 👉 શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ અવશ્ય આપવો. 👉 રીંગણના પાકમાં ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ તથા અન્ય જીવાતો માટે સંકલિત નિયંત્રણ અપનાવવું. 👉 જુદા જુદા પાકો જેવા કે શાકભાજી, કપાસ, ડાંગર, શેરડી વગેરે માટે NPK બેક્ટેરિયા ધરાવતા પ્રવાહી ખાતર આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. 👉 મરચીમાં તંદુરસ્ત ધરું ઉછેરવા ધરૂવાડિયાના જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઈઝેશન અથવા રાબીંગ કરવું. 👉 રીંગણી, મરચી, ટામેટી, કોબીઝ / ફ્લાવર ધરૂનો કોહવારો માટે બીજને વાવતાં પહેલા કાર્બોકઝીન૩૭.૫ + થાયરમ ૩૭.૫ ટકા ડબલ્યુએસ ફૂગનાશક દવાનો એક કિ.ગ્રા. બીજદીઠ ૩ ગ્રામ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું. 👉 ધરું ઉગ્યા પછી કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ ટકા દવા ૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ લઇ એક ચોરસમીટર દીઠ ત્રણ લિટર પ્રમાણે ઝારાથી નીતારવાથી (ડ્રેન્ચિંગ) જમીનજન્ય ફૂગ સામે ધરુંવાડિયાને રક્ષણ મળે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
21
6
અન્ય લેખો