AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો માટે ખુશ ખબર ટૂંક જ સમય માં આવી રહ્યું છે નેનો ડીએપી !!!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતો માટે ખુશ ખબર ટૂંક જ સમય માં આવી રહ્યું છે નેનો ડીએપી !!!
📢 ખેડૂતો માટે એક સારા સમાચાર હવે આવતા વર્ષે નેનો યુરિયાની જેમ નેનો ડીએપી પણ બજાર માં આવશે.નેનો ટેકનોલોજી દ્રારા કૃષિ ક્ષેત્રોમાં પ્રગતી થઈ રહી છે.ઇફ્ક્કો મેનેઝીંગ ડાયરેક્ટર ડો ઉદયશંકર અવસ્થી એ જયપુર માં આયોજિત એક કાર્યક્રમ માં માહિતી આપી હતી.નેનો ડીએપી બનાવવા માટે કંડલા,કલોલ અને ઓડીશા ના પારાદીપ યુનિટ માં કામ હાથે ધરાશે.ત્રણેય યુનિટ માં ૫૦૦ મિલી પ્રવાહી નેનો ડીએપી ને રોજ ૨ લાખ બોટલો તૈયાર કરવા માં આવશે.૨૦૨૩ સુધી માં કલોલ યુનિટ પર થી વિતરણ શરુ થઇ જશે. 📢 કેટલા પૈસા ખર્ચ થશે ? ૩૦૦૦ કરોડ નું રોકાણ કરવા માં આવશે.જેમાંથી ૭૨૦ કરોડ પેહલા થી જ ફાળવી દેવામાં આવ્યા છે.આ પ્લાન્ટ લગભગ ૧૦૦૦ લોકો ને રોજગારી પૂરી પાડશે. સંદર્ભ : એગ્રોસ્ટાર . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
4
અન્ય લેખો