કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ શા માટે જરૂરી છે?
ખેતીમાં પાકની ઉછેર જેટલી મહત્વની છે, એટલી જ તેના કાપણી પછીની સંભાળ પણ જરૂરી છે. ખોટી સંગ્રહ પદ્ધતિના કારણે ઘણા વખત ફળો, શાકભાજી અને અનાજ ખરાબ થઈ જાય છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થાય છે. આ સમસ્યાનો ઉકેલ એટલે કોલ્ડ સ્ટોરેજ, જે પાકને યોગ્ય તાપમાનમાં રાખીને તેનું તાજગીનું આયુષ્ય વધારવામાં સહાય કરે છે.
👉 કોલ્ડ સ્ટોરેજના ફાયદા
✅ પાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય.
✅ યોગ્ય સમયે બજારમાં વેચાણ કરીને વધુ નફો મેળવી શકાય.
✅ આવકમાં વધારો થાય છે, કારણ કે યોગ્ય કિંમતે ઉત્પાદન વેચી શકાય.
✅ લાંબા ગાળાની રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ.
👉કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવા માટે મહત્વના પગથિયા
✔ યોગ્ય જમીન પસંદ કરીને પરવાનગી મેળવવી.
✔ શ્રેષ્ઠ કોલ્ડ મશીનરી અને સુવિધાઓ સ્થાપિત કરવી.
✔ પાણી અને વીજ પુરવઠાની યોગ્ય વ્યવસ્થા કરવી.
✔ સરકારી સહાય અને લોન યોજના દ્વારા સહાય મેળવવી.
👉સરકારી સહાય
ખેડૂતોને 50 થી 60% સુધીની સબસિડી મળી શકે છે. સાથે જ, કોલ્ડ સ્ટોરેજ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર વિવિધ લોન યોજનાઓ અંતર્ગત આર્થિક મદદ પણ આપે છે. કોલ્ડ સ્ટોરેજનો યોગ્ય ઉપયોગ કરીને ખેડૂતો વધુ નફાની તકો મેળવી શકે!
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!