AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો ને હવે સરળતાથી મળી શકશે બેંક લોન !
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
ખેડૂતો ને હવે સરળતાથી મળી શકશે બેંક લોન !
બેંકો દ્વારા જરૂરિયાતમંદોને ધિરાણ વધારવા માટે આરબીઆઈ દ્વારા પ્રાયોરિટી સેક્ટરને ધિરાણની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો તેમજ નબળા વર્ગનાં લોકો બેન્કો પાસેથી સરળતાથી ધિરાણ મેળવી શકશે. ખેડૂતોને સોલર પાવર સિસ્ટમ માટે તેમજ કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ નાખવા બેંકો દ્વારા લોન અપાશે. ધિરાણ માટે કેટલીક નવી કેટેગરીનાં લોકોનો ગાઈડલાઈન્સમાં સમાવેશ કરાયો છે. ખાસ કરીને નાના તેમજ સિમાંત ખેડૂતો તેમજ સમાજનાં નબળા વર્ગનાં લોકો હવે આસાનીથી બેન્ક લોન મેળવી શકશે. જે વિસ્તારોમાં ધિરાણનું પ્રમાણ ઓછું છે ત્યાં ધિરાણ વધારવા આ પગલું લેવાયું છે. ખેતીવાડી ઉત્પાદન સંગઠનો માટે ધિરાણ મર્યાદા વધારવામાં આવી આરબીઆઈ દ્વારા ફાર્મર્સ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશન (FPO) તેમજ ફાર્મર્સ પ્રોડયુસર્સ કંપનીઓ (FPC) માટે મહત્તમ ધિરાણ મર્યાદા વધારવામાં આવી છે. અગાઉથી નક્કી કરવામાં આવેલા ભાવથી ખેત પેદાશોનું નિશ્ચિત વેચાણ કરી શકે તે માટે તેમને વધુ લોન સુવિધા અપાશે. કેટલીક કેટેગરી પ્રાયોરિટી લેન્ડિંગમાં ઉમેરાઈ આરબીઆઈ દ્વારા બેન્કો માટે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માટે કેટલીક નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. જેમાં કૃષિ અને તેને આનુસાંગિક પ્રવૃતિ, માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈસિસ, ગરીબોને મકાન ખરીદવા તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે લોન અપાશે. ઓછી આવક ધરાવતા ગ્રુપને પણ પ્રાયોરિટી સેક્ટરમાં ગણાશે.
સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 05 સપ્ટેમ્બર 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
56
2
અન્ય લેખો