AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતે કોઠાસૂઝ વડે કરી જબરી કમાણી
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતે કોઠાસૂઝ વડે કરી જબરી કમાણી
💵અમરેલી જિલ્લાના લાઠીના ખેડૂત કાળુભાઇ હુંબલએ આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પહેલા સુરતમાં સિનેમા ચલાવતા હતા અને સિનેમાના ધંધામાંથી થયેલા નફામાંથી લાઠી ગામમાં જમીનની ખરીદી કરી હતી. આ જમીનમાં છેલ્લા સાત વર્ષથી ઓર્ગેનીક ખેતી કરી રહ્યાં છે. 💵તેમજ સરગવા, રજકા, ઘઉં, જુવાર વગેરેનું વેલ્યુ એડિશન કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. છેલ્લા બે વર્ષથી રજકો, સરગવા, ઘઉં, જુવાર વગેરેનો પાવડર બનાવી વેચાણ કરે છે. ચોમાસાની સીઝનમાં મગફળી અને શિયાળાની સીઝનમાં ઘઉંનું વાવેતર કરે છે. તેમજ દેશી બાજરીનું પણ વાવેતર કરે છે. 💵કાળુભાઇ હુંબલ સરગવા અને રજકાનું વેલ્યુ એડિશન કરે છે. પાકનો પાવડર બનાવી વેચાણ કરે છે. સરગવાના પાવડરનાં એક કિલોના ભાવ 200 રૂપિયા મળે છે. જ્યારે રજકાના પાઉંડરના એક કિલોના ભાવ 100 રૂપિયા મળે છે. આ ઉપરાંત ઘઉં અને જુવારનો લોટ બનાવી વેચાણ કરે છે, જેના એક કિલોના 400 રૂપિયા ભાવ મળે છે. ખેડૂત દરેક વસ્તુઓનું જથ્થામાં વેચાણ કરે છે. 💵સમગ્ર ભારત દેશમાં પાઉંડરનું વેચાણ કરવામાં આવે છે. તેમજ સૌથી વધુ બેંગ્લોરમાં આવેલી કોસ્મેટિકની કંપનીઓ પાઉંડરનું જથ્થાબંધમાં વેચાણ કરે છે. કંપનીના વેપારીઓ કાળુભાઈના ખેતર લાઠી આવ્યા હતા અને પ્રોડક્ટનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. યોગ્યતા અને ગુણવત્તાની ચકાસણી કરી અને ભાવ નક્કી કર્યા હતાં. બાદ એક સાથે ટ્રક ભરી અને બેંગ્લોર પાઉંડર લઈ જવામાં આવે છે. બેંગ્લોર તેમજ દિલ્હીમાંથી મોટાભાગના ટ્રેડર્સ વિદેશમાં આ પાઉંડરની નિકાસ પણ કરે છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
25
0
અન્ય લેખો