AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખુશીના સમાચાર, સરકારે મગફળીની ખરીદીની મુદત વધારી !
એમએસપી ન્યુઝGSTV
ખુશીના સમાચાર, સરકારે મગફળીની ખરીદીની મુદત વધારી !
🥜 રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવથી ખરીદી કરી રહી છે. રાજ્ય સરકાર હાલનં વર્ષ 2021-22માં મગફળીની સીઝનમાં ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કર્યું છે. આ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળીની ખરીદી શરૂ કરી છે. 🥜 તારીખ 1-10-2021થી ગ્રામ્યકક્ષાએ VCE મારફતે તથા તાલુકા કક્ષાએ APMCમાં પણ ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ઓનલાઈન નોંધણીનો લાભ મળી શકે તે હેતુ સર 11 દિવસનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે મુદ્તમાં વધારો કર્યો છે. હવે ખેડુતો 1-10-2021થી 31-10-2021 દરમ્યાન ઓનલાઈન નોંધણી કરી શકશે. 🥜 રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે…મોટી સંખ્યામાં ખેડૂતો બેડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી લઈ પહોંચ્યા..ખેડૂતોને મણના 950થી લઈને બારસો પચાસ સુધીના સારા ભાવ મળતા જોવા મળ્યા..જેના કારણે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 28 હજાર ગુણીની આવક થઈ છે..માર્કેટ યાર્ડમાં મગફળીની અત્યારે સારી આવક છે..પરંતુ તેલ બજારમાં ભાવમાં સુધારો જોવા મળ્યો નથી…તેલ માર્કેટમાં આજે પણ મગફળીના ડબ્બાનો ભાવ અઢી હજારથી વધુ છે.. 🥜 હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઇ..આવતીકાલ માટે અત્યારથી ૪૦૦થી વધુ ટ્રેક્ટરો ની લાઈન લાગી હતી.વરસાદના ડર સાથે ખેડૂતો માર્કેટમાં પહોંચ્યા હતા..મગફળીના ટેકાના ભાવ કરતા પણ વધુ ભાવ મળી રહ્યા છે.. 🥜 ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં બેસી ગયું હતું. પરંતુ છૂટો છવાયો વરસાદ થતાં મગફળીનું વાવેતર જુલાઈના ત્રીજા સપ્તાહ સુધી ચાલુ રહ્યું હતું. આ વર્ષે ગુજરાતમાં ૧૯.૧૦ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું. 🥜 જૂલાઈ માસમાં સામાન્ય વરસાદ હતો પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ ન પડતા કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકમાં નુકસાન થયું. જો કે સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ પડતા પાકનું ઉત્પાદન સારૂ થવાની સંભાવના છે. પ્રથમ આગોતરા અંદાજ મુજબ ગુજરાતમાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન ૪૦ લાખ ટન જેટલું થવાનો અંદાજ છે. જયારે સમગ્ર દેશમાં ૮૨.૫૪ લાખ ટન ઉત્પાદ થાય તેવું અનુમાન છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
4
અન્ય લેખો