AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ સરકારે કર્યા જાહેર!
સમાચારએગ્રોસ્ટાર
ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ સરકારે કર્યા જાહેર!
🔆કેન્દ્રીય કેબિનેટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં માર્કેટિંગ સીઝન 2024-25 માટે તમામ આવશ્યક ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. આ પગલાથી ખેડૂતોને તેમના પાકના ઉત્પાદન માટે વધુ વળતરકારક ભાવ મળશે. 🔆ખાસ કરીને તેલીબિયાં અને કઠોળના પાકો માટે MSPમાં સૌથી વધુ વધારો થયો છે. ઉદાહરણ તરીકે, તલના MSPમાં રૂ. 632 પ્રતિ ક્વિન્ટલનો અને તુવેરના MSPમાં રૂ. 550 પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે. 🔆ખરીફ સિઝન માટે કુલ 14 પાકોના MSP જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધુ લાભ આપવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા છે. 2004-05 થી 2013-14 દરમિયાન ખરીફ માર્કેટિંગ સીઝનમાં 4,675.98 લાખ મેટ્રિક ટન પાકની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે 2014-15 થી 2023-24 દરમિયાન આ ખરીદી વધીને 7,108 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી છે. 🔆આ પગલાથી ખેડૂતોને ખેડૂતોને સુનિશ્ચિત આવક મળી રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પાક/ક્વિન્ટલ ⭐ડાંગર- રૂ. 2,300 ⭐કપાસ -રૂ. 7,121 ⭐બાજરી- રૂ. 3375 ⭐મગ- રૂ. 8682 ⭐મકાઈ- રૂ. ૨૨૨૫ ⭐સુરજમુખી- રૂ. 7230 ⭐તુવેર- રૂ. 7550 ⭐અડદ- રૂ. 7400 ⭐જુવાર- રૂ. 3371 ⭐મગફળી- રૂ. 6783 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
19
0
અન્ય લેખો