ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કોબીજમાં હીરાફૂદું અને નિયંત્રણ
👉હીરાફૂદાંની ઓળખ તેની અગ્ર પાંખોની પાછળના મધ્યમાં આવેલા ત્રણ સફેદ ટપકાંથી થાય છે, જે ફૂદાં બેઠા હોય ત્યારે હીરા જેવો આકાર બનાવે છે. ઈયળો પીળાશ પડતા લીલા રંગની હોય છે અને તેમના ઉપદ્રવથી પાકને ભારે નુકસાન થતું હોય છે.
👉નુકસાન કેવી રીતે થાય?
પ્રારંભમાં નાની ઈયળો પાન પર સ્ક્રેપિંગ કરી નુકસાન કરે છે, જ્યારે પુખ્ત ઈયળો પાનનો મધ્ય ભાગ ખાઈને તેમાં કાણાં પાડી દે છે. જો ઉપદ્રવ વધુ હોય, તો છોડ પર ફક્ત પાનની નસો બાકી રહે છે અને આખો છોડ ઝાંખરો જેવો દેખાય છે, જેના કારણે ઉત્પાદન અને પાકની ગુણવત્તા પર પ્રભાવ પડે છે.
👉નિયંત્રણ માટે ઉકેલ:
હીરાફૂદાં ઈયળના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર મેગના (ફ્લુબેન્ડામાઈડ 19.92% + થીયાક્લોપ્રિડ 19.92% SC) 10 મિલી પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર ઈન્સ્પાયર (ક્લોરફેનાપાયર 10% SC) 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.
સમયસર નિયંત્રણ દ્વારા પાકને આ ઈયળથી સુરક્ષિત કરી શકાય અને ઉપજમાં વધારો મેળવી શકાય.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!