ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કોબીજમાં હીરાફૂદું અને નિયંત્રણ
👉હીરાફૂદાંની આગવી ઓળખ એ છે કે તેના અગ્ર પાંખોની પાછળની મધ્યમાં ત્રણ સફેદ ટપકાં હોય છે, જેનાથી પાંખો હીરા જેવાં દેખાય છે. ઈયળો પીળાશ પડતા લીલા રંગની હોય છે. શરૂઆતમાં નાની ઇયળો પાન પર સ્ક્રેપિંગ કરી નુકસાન કરે છે. પુખ્ત ઇયળો પાનનો વચ્ચેનો ભાગ ખાઈને તેમાં કાણાં પાડે છે. વધુ ઉપદ્રવમાં પાનની નસો જ બાકી રહે છે, અને છોડ ઝાંખરા જેવા લાગે છે.
👉હીરાફૂદાંના નિયંત્રણ માટે નીચેનાં ઉપાયો અપનાવો:
1. એગ્રોસ્ટાર મેગના (ફ્લુબેન્ડામાઈડ 19.92% + થીયાક્લોપ્રિડ 19.92% SC): ૧૦ મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરો.
2. એગ્રોસ્ટાર ઇન્સ્પાયર (ક્લોરફેનાપાયર 10% SC): ૩૦ મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરો.
👉આ દવાઓનાં છંટકાવથી પાન અને છોડને રક્ષણ મળે છે અને પાકની ઉપજમાં ઘટાડો થતો અટકાવવામાં મદદ થાય છે. હંમેશાં દવાઓના ઉપયોગ માટે નિષ્ણાતની સલાહ લો અને સૂચનાનો પાલન કરો.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!