AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેળમાં પાનનાં ત્રાકિયાં ટપકાંનો રોગ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કેળમાં પાનનાં ત્રાકિયાં ટપકાંનો રોગ
👉કેળાના પાકની ગંભીર સમસ્યા એટલે ત્રાકીય ટપકાં અથવા સીગાટોકા રોગ.જે ધીમે-ધીમે શરુ થાય છે અને સમય જતા આખા પાન અને છોડ પર અસર કરે છે.તો ચાલો જાણીએ તેની નુકશાની અને નિયંત્રણ વિશે. 👉ફૂગથી થતા આ રોગની શરુઆત કેળના ત્રીજા કે ચોથા પાનથી થાય છે. પાન પર ત્રાક આકારના ટપકાં પડે છે અને વખત જતા ટપકાં ભેગા થઇ પાનને સુકવી નાંખે છે. આ રોગથી કેળની લૂમ પર આડ અસર પડે છે અને કેળાનું કદ એકદમ નાનું રહે છે. આ રોગથી છોડમા ઇથિલિનનું પ્રમાણ વધી જવાથી લુમમાંજ કેળા પાકી જતા હોય છે. 👉આવા ટપકાંવાળા પાન કાપીને નાશ કરતા રહેવું. રોગની શરુઆત થતા માલુમ પડે કે તરત જ મેન્કોઝેબ ૭૫ WP ૨૦ ગ્રામ અથવા પાયરેક્લોસ્ટ્રોબિન ૨૦ WG દવા ૧૫ ગ્રામ અથવા મેટીરામ ૫૫% + પાયરેક્લોસ્ટ્રોબિન ૫% WG દાણાદાર ફૂગનાશક દવા ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. આ રોગના અસરકાર નિયંત્રણ માટે બે થી ત્રણ છંટકાવ ૨૦ થી ૨૫ દિવસના અંતરે કરવા. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
7
0
અન્ય લેખો