AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કુસુમ યોજના' માં મળે છે 90% સબસિડી ? જાણો સંપૂર્ણ સમાચાર !
યોજના અને સબસીડીAgrostar
કુસુમ યોજના' માં મળે છે 90% સબસિડી ? જાણો સંપૂર્ણ સમાચાર !
☀ ભારત સરકારે પ્રધાનમંત્રી કુસુમ યોજના પીએમ કુસુમ યોજના શરૂ કરી છે. યોજના હેઠળ દેશના ખેડૂતોને ઓછા ભાવે સોલાર સિંચાઈ પંપ આપવામાં આવશે. યોજનાના મુખ્ય ઉદ્દેશ : 🌞 દેશના ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવી. 🌞 ખેડૂતોને ઓછા ખર્ચે સૌર ઉર્જાથી ચાલતા પંપ ઉપલબ્ધ કરાવવા. 🌞 દેશમાં નાના પાયા પર વીજળી ઉત્પન્ન કરવી. ☀ આ યોજના દ્વારા સરકાર દ્વારા ખાલી પડેલી જમીન પર ઓછા ભાવે સોલાર પંપ લગાવવામાં આવશે. જે વધારાની પાવર સપ્લાય કરવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે આ યોજના પર ખેડૂતોને તેમની ખાલી જમીન પર સોલર પંપ લગાવવા માટે સરકાર તરફથી 90 ટકા સુધીની સબસિડી આપવામાં આવશે. યોજના માટે જરૂરી દસ્તાવેજો : ☀ આવકનું પ્રમાણપત્ર ☀ રહેણાંક સરનામું ☀ મોબાઇલ નંબર ☀ જમીનનું વર્ણન / દસ્તાવેજ ☀ આધાર કાર્ડ ☀ પાસપોર્ટ સાઇઝનો ફોટો ☀ બેંક એકાઉન્ટ 🌞આ સંદર્ભમાં, સરકારે એક ટોલ ફ્રી નંબર 1800 180 3333 જારી કર્યો છે, જેના પર સંપર્ક કરીને તમે સરળતાથી અરજીની પ્રક્રિયા અને આ યોજના સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો. સંદર્ભ : Agrostar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
131
1