ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસમાં લીલી પોપટીનું થશે સચોટ નિયંત્રણ
👉લીલા તડતડીયાનો ઉપદ્રવ ખાસ કરીને જુલાઈ -ઓગસ્ટ માસથી શરુ થાય છે અને ઓકટોબર થી નવેમ્બર માસ સુધી વધુ પ્રમાણમાં જોવા મળે છે.બચ્ચા અને પુખ્ત પાનની નીચેના ભાગમાં રહીને રસ ચૂસીને નુકસાન કરે છે.જેને લીધે પાનની કિનારી પીળી પડવા માંડે છે પાન નીચેથી વાંકા થઇ જાય છે. વધુ નુકસાન ધરાવતા પાનની કિનારી લાલાસ પડતી જોવા મળે છે. તેના નિયત્રણ માટે ડાયનોટેફ્યુરાન 20% એસજી ઘટક ધરાવતી ડાયના શિલ્ડ દવા ૫- ૬ ગ્રામ/પંપ અથવા પાયરીપ્રોક્સીફેન 10% + બાયફેન્થ્રિન 10% ઇસી ઘટક ધરાવતી એગ્રોસ્ટાર એડોનિક્ક્ષ નીઓ ૨૫ મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!