AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસનું આગોતરું વાવેતર કરવાથી મુખ્ય ફાયદાઓ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસનું આગોતરું વાવેતર કરવાથી મુખ્ય ફાયદાઓ
👉હાયબ્રીડ જાતના કપાસનો આગોતરો વાવેતર એટલે કે સામાન્ય વાવેતર કરતા લગભગ 15-20 દિવસ પહેલાં વાવેતર કરવાથી ખેડૂતોને અનેક લાભ મળે છે. આ પદ્ધતિથી કપાસનો પાક વહેલો તૈયાર થાય છે, જેના કારણે શરુઆતમાં જ સારા બજારભાવનો લાભ મળી શકે છે. સાથે સાથે, પાક પૂર્ણ થયા પછી ખેડૂત મિત્રો બીજો પાક લઈ શકે છે અને પાકની ફેરબદલી પણ શક્ય બને છે – જે જમીનની ઉપજશક્તિ જાળવવામાં મદદરૂપ થાય છે. 👉આગોતરા વાવેતરથી ચુસીયા પ્રકારની જીવાતોનું પ્રમાણ પણ ઓછું રહે છે, જેથી છોડની વૃદ્ધિ સારી થાય છે અને સંરક્ષણ ખર્ચમાં બચત થાય છે. ઉપરાંત, કપાસની મુખ્ય જીવાતોના ઉપદ્રવનો સમય આવતાં પહેલાં જ જીંડવા તૈયાર થઈ જતા હોય છે, જેના કારણે પાકને ઓછું નુકશાન થાય છે. 👉આ ઉપરાંત, પાક વહેલો પૂરો થતો હોવાથી કડકડતી ઠંડીના દિવસોમાં હીમથી પાક બચી શકે છે. સમય મળતા લીલા પડવાશના પાકો વાવીને જમીન સુધારવાની પણ તક મળે છે. આમ, એકમ વિસ્તારમાંથી વધુ નફો મેળવવામાં આ પદ્ધતિ ખૂબ જ લાભદાયી છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"
0
0
અન્ય લેખો