AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસની ગાંઠિયા ઇયળથી રહેજો સતર્ક !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસની ગાંઠિયા ઇયળથી રહેજો સતર્ક !!
👉કપાસના પાકમાં ઇયળ જમીન નજીકથી થડમાં ઉતરી જઈનુકસાન કરતી હોય છે જેને લીધે થડ નજીક ગાંઠ જેવું ઉપસી આવે છે. આવા નુકસાનવાળા છોડ પવનના સુસવાટાથી પડી પણ જતા હોય છે. છોડનો વધવાનો જુસ્સો ઓછો થઇ જાય અને આગળ ઉપર તેનો છોડનો થતો વિકાસ પણ અટકી પડે છે. કપાસ ઉપરાંત ભીંડામાં પણ આ જીવાત નુકસાન કરતી હોય છે. આવા નુકસાનવાળા છોડ કાઢી લઇ નાશ કરવા અને કોઇ પણ દાણાદાર રાસાયણિક દવા છોડની આજુબાજુ જમીનમાં ભભરાવવી. 👉દર વર્ષે ઉપદ્રવ રહેતો હોય તો વાવણી વખતે લીમડાનો ખોળ જમીનમાં આપવો. ઉપદ્રવ વખતે લીમડાનું તેલ ૫૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો અને સાથે સાથે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે બનાવેલ દ્રાવણ જમીનમાં છોડની આજુબાજુ દરેડવું (ડ્રેન્ચીગ). સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
1
અન્ય લેખો