AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના પેકેટનો ભાવ જાહેર, વાવેતર વિસ્તાર વધશે કે ઘટશે ?
કૃષિ વાર્તાTV 9 ગુજરાતી
કપાસના પેકેટનો ભાવ જાહેર, વાવેતર વિસ્તાર વધશે કે ઘટશે ?
📢 કપાસનું બિયારણ વેચતી કંપનીઓએ તેની કિંમત વધારવાનો નિર્ણય લીધો છે. બીજ ઉત્પાદકોએ બીજ ઉત્પાદન અને સંશોધન વગેરેના ખર્ચને ધ્યાનમાં રાખીને દરમાં વધારો થવાની આશા વ્યક્ત કરી છે. આ વર્ષે કપાસના વિક્રમી ભાવ રૂ. 11,000 પ્રતિ ક્વિન્ટલ રહ્યા છે, જેથી આવતા ખરીફમાં કપાસનો વાવેતર વિસ્તાર વધે તે સ્વાભાવિક છે. કપાસના બિયારણના ભાવમાં કેટલો ફેરફાર થયો છે? 📢 કપાસના બિયારણના ભાવમાં વધારો થયો છે. તેમજ નવા દર આ વર્ષથી જ લાગુ કરવામાં આવશે. બીજનું પેકેટ જેની કિંમત ગત વર્ષ ₹767 હતી તે હવે ₹810માં મળશે. એટલે કે ખેડૂતો પર ડીઝલ, ખાતર અને જંતુનાશક દવાઓની મોંઘવારી બાદ હવે બિયારણની મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. વધશે વાવેતર વિસ્તાર : 📢 કૃષિ વિભાગનો અંદાજ છે કે કપાસના વિક્રમી ભાવ અને વર્ષોથી ઘટતો વિસ્તાર આ વર્ષે બદલાશે. આ પહેલા કપાસને 11,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળ્યો ન હતો. પરંતુ આ વર્ષે વિક્રમી ભાવ મળ્યા છે તેથી ખેડૂતો આ સમયે કપાસની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનો વ્યાપ વધારશે. સંદર્ભ: TV 9 ગુજરાતી. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
21
6
અન્ય લેખો