AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના પાકમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
કપાસના પાકમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ
👉 કપાસની ખેતીમાં સૌથી વધુ નુકસાન કરનાર જીવાત છે ગુલાબી ઇયળ. આ જીવાત કળી અને જીંડવાના અંદર કાણુ પાડીને રુ અને કપાસિયા ને નુકસાન કરે છે, જેના કારણે ઉત્પાદન અને ગુણવત્તા બંને પર ખરાબ અસર પડે છે. જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો પાકમાં ભારે નુકસાન થઈ શકે છે. તેથી ખેડૂત ભાઈઓ એ તેને આગળ વધતું અટકાવવા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ.👉 ગુલાબી ઇયળનો પ્રકોપ શરૂઆતના તબક્કામાં જ દેખાવા લાગે છે. જો એ સમયે જ યોગ્ય દવાના છંટકાવ કરી દેવામાં આવે તો નુકસાનને ઘણી હદ સુધી અટકાવી શકાય છે. તેના માટે એગ્રોસ્ટાર હેલિઓક્સ (Profenophos 40% + Cypermethrin 4% EC) @ 2 મી.લી. પ્રતિ લિટર પાણીમાં મિક્સ કરી ને છંટકાવ કરવો જોઈએ. ઉપરાંત એગ્રોસ્ટાર કોપિગો (Chlorantraniliprole 9.3% + Lambda 4.6% ZC) @ 0.6 મી.લી. પ્રતિ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો પણ અત્યંત અસરકારક છે.👉 સમયસર અને યોગ્ય માત્રામાં છંટકાવ કરવાથી ગુલાબી ઇયળનો પ્રકોપ ઘણી હદ સુધી ઓછો થઈ જાય છે. આથી માત્ર કપાસનો પાક જ સુરક્ષિત રહે છે એટલું નહીં, પણ ઉત્પાદન અને ગુણવત્તા પણ વધુ સારી રહે છે. યાદ રાખો, સ્વસ્થ પાક જ ખેડૂતની મહેનતનું સાચું ફળ છે.👉 સંદર્ભ : AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
50
0