AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ નો વાવણી સમય અને વાવણી અંતર
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસ નો વાવણી સમય અને વાવણી અંતર
🌱કપાસના વાવેતર માટે વાવણીનો સમય ખબુ જ અગત્યનો ભાગ ભજવે છે. 🌱કપાસનુ વાવેતર શક્ય હોય એટલું વહેલું એટલે કે મે માસના છેલ્લા પખવાડિયા માં કરવાથી ચોમાસાનો વરસાદ થાય એ પહેલા પાકનો ઉગાવો વ્યસ્થિત થઇ જવાથી વરસાદ થયા બાદ પાકનો વિકાસ સારો અને તંદુરસ્ત થવાથી પાકમાં ફૂલભમરી સારા પ્રમાણમાં આવે છે, જેથી કપાસનું સારું ઉત્પાદન મેળવી શકાય છે. 🌱વરસાદ આધારિત ખેતીમાં ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય કે તરત જ જુન માસના અંતમાં અથવા જુલાઈ માસની શરુયાતમાં વાવણી કરવાથી કપાસનો ઉગાવો સારો થાય છે. 🌱કપાસના ઉત્પાદનમા વાવેતર અંતર (બે છોડ અને બે હાર વચ્ચે ) ખુબ અગત્યનો ભાગ ભજવે છે. 🌱બીજનું પ્રમાણ અને વાવણી અંતર, જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રપુતા, વાતાવરણની પરીસ્થિતિ અને પસંદ કરેલ જાત વગેરે પર આધાર રાખે છે. 🌱પસંદ કરેલ જાતની વાનસ્પતિક વૃદ્ધિ વધુ હોય તો વાવણી અંતર વધુ રાખવું જોઈએ. 🌱સશોધનના પ્રમાણે બીટી કપાસની વાવણી ૧૨૦ x ૪૫ સેમી અંતરે કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
31
0
અન્ય લેખો