AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કઈ પરિસ્થિતિમાં મગફળીમાં સફેદ ઘૈણ નું આક્રમણ થઈ શકે?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કઈ પરિસ્થિતિમાં મગફળીમાં સફેદ ઘૈણ નું આક્રમણ થઈ શકે?
🥜 આપ જે ખેતરમાં મગફળી કરવા જઈ રહ્યા છો તે જો ગોરાડું કે મધ્યમ રેતાળ-ગોરાડુ જમીન હોય તો આ જીવાતનો ઉપદ્રવ વધારેમાં વધારે જોવા મળશે. 🥜 આ સીઝન પહેલા જો આપે ઉનાળુ જુવાર બાજરી જેવા પાક લીધા હશે તો પણ આ જીવાતની શક્યતા વધી જાય છે. 🥜 ઉપરાંત આપના ખેતરના શેઢા-પાળા ૫ર કે નજીકમાં બાવળ, બોરડી, સરગવો, લીમડો જેવા ઝાડ હશે અને તેમનું આપે વ્યવસ્થિત છાંટણી ન કરી હોય તો મુંડા મગફળીમાં ખેલ પાડી દેશે. 🥜 જો આવી સ્થિતી આપના ખેતરની હોય તો મગફળી વાવતા પહેલા અને જમીન તૈયાર કરતી વખતે અપાતા પાણી (ઓરવણ) વખતે એકરે 1 થી 1.5 લી ક્લોરપાયરીફોસ 20 ઇસી દવા ટીપે ટીપે મુખ્ય ઢાળિયામાં આપી આખા ખેતરની માવજત કર્યા પછી જ વાવણી કરવાનો આગ્રહ રાખશો તો આ જીવાત આપને વધારે પજવશે નહિ. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
2
અન્ય લેખો