AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓછા ખર્ચે મળશે લાખોની આવક!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઓછા ખર્ચે મળશે લાખોની આવક!
🪙ખેડૂતો હવે પારંપારિક ખેતીને છોડીને નવા પ્રકારની ખેતી પદ્ધતિ તરફ વળી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં ઓછા ખર્ચે વધારે આવક તેઓ મેળવી રહ્યા છે. સાથો સાથે મિશ્ર પાક ખેતી પદ્ધતિથી પણ ખેડૂતો એક જ ખેતરમાંથી ઘણા ઉત્પાદક લઈ રહ્યા છે. 🪙આવી જ રીતે મહેસાણાના કડી તાલુકાના ખેડૂત રસિકભાઈ પટેલે, આ વર્ષે હળદર અને તુવેરની મિશ્ર ખેતી કરેલી છે અને બે વીઘામાંથી તેમણે સાડા ત્રણ લાખ જેટલી આવકની આશા છે. 🪙રસિકભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ હાલ બે વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. બે વર્ષ અગાઉ તેમણે બે વીઘામાં ટામેટાનું ઉત્પાદન લીધું હતું. આ વર્ષે તેઓએ મિશ્ર ખેતીનું મોડેલ અપનાવ્યું છે, જેમાં રસિકભાઈ એક કરતાં વધારે પાક લઈ રહ્યા છે. જિલ્લાના આસપાસના અન્ય ખેડૂતો મિશ્ર મોડલની માહિતી મેળવવા ખેડૂત રસિકભાઈની મુલાકાત લે છે. 🪙રસિકભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમણે બે વીઘાની જમીનમાં હાલ મિશ્ર પાકનું મોડલ તૈયાર કરેલું છે, જેમાં હાલ તેમને ખાસ હળદર, તુવેર, શાકભાજી, મગ, મઠ, ફળ જેવા કે, પપૈયા, સરગવાના ઝાડ તેમજ ખારેકના ઝાડ પણ ખેતરમાં વાવેલા છે. 🪙હાલ ખેતરમાં હળદરના છોડ સાથે મરચી તેમજ તુવેર પાકનું વાવેતર કરેલું છે, જેથી કરીને તુવેરના છાયડાના કારણે હળદરને ઓછું સૂર્યપ્રકાશ મળે છે અને તેનાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. 🪙રસિકભાઈએ મિશ્ર ખેતીના ખર્ચને લઈ જણાવ્યું હતું કે, અત્યારે તેમના દ્વારા વાવેલા હળદર અને તુવેર પાકમાં ટોટલ ખર્ચ 30 હજાર રૂપિયા જેટલો થયો છે. જેમાં બિયારણ અને પાણીનો ખર્ચનો પણ સમાવેશ થાય છે. ખેડૂતને બંને પાકમાંથી લગભગ 3 લાખ રૂપિયા જેટલી આવક મેળવવાની આશા છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
7
0
અન્ય લેખો