ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
એરંડામાં આવતા સુકારા વિશે જાણો અને તેનું સચોટ નિયંત્રણ.
👉આ રોગ જમીનજન્ય ફૂગના કારણે થાય છે અને પાકની કોઈપણ અવસ્થામાં જોવા મળે છે. ખાસ કરીને નવેમ્બર થી ફેબ્રુઆરી મહિનાના સમયગાળામાં રોગની તીવ્રતા વધુ હોય છે. આ રોગમાં છોડના ટોચના પાંદડા પીળા થવા લાગે છે અને સમય સાથે પાંદડાની કિનારીઓ આછા બદામી રંગની થઈ જાય છે, જેનાથી પાંદડા ખરવા લાગે છે.
👉રોગના સચોટ નિયંત્રણ માટે નીચે આપેલી પદ્ધતિઓને અનુસરવામાં આવે:
1️⃣ કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબલ્યુજી): 50 ગ્રામ પ્રતિ પંપ.
2️⃣એગ્રોસ્ટાર ટીએમટી 70 (થિયોફેનેટ મિથાઇલ 70% ડબલ્યુપી):35 ગ્રામ પ્રતિ પંપ.
3️⃣ હુમિક પાવર: મૂળના સારા વિકાસ માટે 20 ગ્રામ પ્રતિ પંપ.
👉આ તમામ દવાઓનું મિશ્રણ તૈયાર કરીને રોગગ્રસ્ત છોડની આસપાસની જમીનમાં છાંટવું. આ પદ્ધતિ રોગની તીવ્રતા ઘટાડવામાં અને પાકને સુધારવામાં મદદરૂપ છે.
👉આરોગ્યપ્રદ પાક માટે રોગના પ્રારંભિક લક્ષણો પર ધ્યાન આપો અને ઉપાય સમયસર કરો. રોગમુક્ત અને ઉત્તમ ઉપજ મેળવવા માટે આ ઉપાયો અસરકારક છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!