AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એપ્રિલથી નવો બેન્કિંગ યુગ!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
એપ્રિલથી નવો બેન્કિંગ યુગ!
1 એપ્રિલથી બદલાનારા મહત્વના નિયમો! નવું આર્થિક વર્ષ શરૂ થતાં 1 એપ્રિલ 2025થી UPI, બેંકિંગ, ગેસ સિલિન્ડર અને કર પ્રણાલીમાં મોટા ફેરફાર થવાના છે. આ બદલાવ તમારા દૈનિક આર્થિક વ્યવહારો પર અસર કરી શકે છે, તેથી તેની જાણકારી રાખવી જરૂરી છે. 🟢 UPI બદલાવ: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) 1 એપ્રિલથી જૂના અને નિષ્ક્રિય મોબાઇલ નંબર બંધ કરવા જઇ રહ્યું છે. જો તમારા બેંક ખાતા સાથે કોઇ જૂનો નંબર લિંક્ડ હોય, તો તેને તાત્કાલિક અપડેટ કરો, નહિતર UPI ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી આવી શકે. 🟢બેંકિંગ નિયમો: જો બચત ખાતામાં ન્યૂનતમ બેલેન્સ નહીં હોય, તો બેંક દંડ લગાવી શકે છે. દરેક બેંકની ન્યૂનતમ બેલેન્સ મર્યાદા અલગ હોઈ શકે, તેથી ખાતામાં પૂરતું બેલેન્સ રાખવું જરૂરી છે. 🟢 એલપીજી ગેસ દર: તેલ કંપનીઓ દર મહિના ના 1લી તારીખે ઘરેલુ અને વાણિજ્યક ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. એટલે કે, 1 એપ્રિલથી નવા દર લાગુ થઇ શકે. 🟢 નવી કર પ્રણાલી: હવે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ કર લાગશે નહીં,પરંતુ તેનો લાભ માત્ર નવી કર પ્રણાલી અપનાવનારા કરદાતાઓને જ મળશે. 👉આ બધા બદલાવ તમારા નાણાકીય આયોજનને અસર કરી શકે છે. એટલે કે, નવા નિયમોની જાણકારી રાખીને અગાઉથી તૈયારી કરી લો! 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"
11
0
અન્ય લેખો