AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એન્જિનિયરની નોકરી છોડી ને પશુપાલનનો વ્યવસાય કરી મહિને લાખોની કમાણી કરે !
પશુપાલનAgrostar
એન્જિનિયરની નોકરી છોડી ને પશુપાલનનો વ્યવસાય કરી મહિને લાખોની કમાણી કરે !
🐮 પશુપાલન પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ઉજ્જૈનમાં એક એવી હોસ્ટેલ બનવા જઈ રહી છે. જ્યાં ગાયને આશરો મળશે. એટલું જ નહીં માલધારી અને પાલકોને પણ તેનો ફાયદો મળશે. આવા પ્લાન સાથે એમબીએ અને એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરનારા પાટીદાર દંપતિએ કૃષિ પર્યટન ક્ષેત્રે નવું ઉદાહરણ રજૂ કર્યું છે. જેનાથી લોકડાઉન પછી શરૂ થયેલાં બિઝનેસને નવો રસ્તો મળ્યો છે. એન્જિનિયરિંગ અને MBA જેવી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી પાયલ અને પિયુષ પોતાના ગામ કિલોદા પહોંચ્યા હતાં. અહીં તેમણે ગીર નસ્લની એક ગાયથી પશુપાલન શરૂ કર્યું હતું. માત્ર 6 મહિનામાં જ તેમનું આ સ્ટાર્ટઅપ એવું ચાલ્યું કે, તેમની ગૌશાળામાં અત્યારે 30થી વધુ ગાય છે. ગાયો પાળતા દૂધઉત્પાદન કરી રોજ હજારોમાં કમાણી કરી રહ્યા છે આ બન્ને અને લોકડાઉનમાં થયેલા નુકસાનની ભરપાઈ થવાની સાથે રોડ પર રખડતી ગાયો માટે આશરો બનાવવાનું પ્લાનિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું. પીયૂષ પાટીદાર મુજબ, દરેક ઘરે એક ગાયનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 🥛 પાયલે જણાવ્યું કે, ‘‘ ભારતીય નસ્લની ગાયોને આશરો દેવાનું તેમનું પ્લાનિંગ છે. આ ઉપરાંત અલગ-અલગ ગૌશાળા બનાવવામાં આવશે. પણ આ પહેલાં પશુપાલનના બિઝનેસને લાભદાયક બનાવવો પડશે. શરૂઆતમાં એવી ગાય જે 4થી 5 લીટર દૂધ આપે છે, તેને રાખવામાં આવશે. તેનાથી થતાં ઉત્પાદનનો લાભ પશુપાલકોને પણ આપવામાં આવશે. 🐄 પીયુષે જણાવ્યું કે, ‘‘ગાયની પહેલી પ્રાઇવેટ હોસ્ટેલની શરૂઆતમાં દૂધાળા પશુને રાખવામાં આવશે. આ પછી રોડ પર રખડતી ગાયોને લાવવાનું પ્લાનિંગ છે. તેમનો ઉપયોગ માત્ર જૈવિક ખાદ્ય બનાવવા માટે કરવામાં આવશે, પણ તેમાં થોડોક સમય લાગશે.’’ 🐂 આ દંપતીએ પોતાના આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં જણાવ્યું કે, ‘‘તેમણે એક ગાયથી આ બિઝનેસની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ગીર ગાયના દૂધના પ્રોટીન અને અન્ય તત્વોની જાણકારી સાથે શાજાપુરના લોકો ડોર ટૂ ડોર દૂધ વિતરણ શરૂ કર્યું. હવે તેમની પાસે 30થી વધુ ગાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Agrostar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
42
0