AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એકવાર પૈસા કરો જમા, જીવનભર 12000 પેન્શન મેળવો !
સમાચારએગ્રોસ્ટાર
એકવાર પૈસા કરો જમા, જીવનભર 12000 પેન્શન મેળવો !
📢 LICની સરલ પેન્શન યોજનામાં તમારે માત્ર પોલિસી લેતી વખતે જ એકવાર પ્રીમિયમ ભરવાનું રહે છે અને એન્યૂટી મેળવવા માટે બે ઓપ્શનમાંથી કોઈ એકને પસંદગી કરવી પડે છે. ત્યારબાદ આખી જિંદગી તમને પેન્શન મળતું રહેશે. 📢 LIC દ્વારા એક જબરદસ્ત પોલિસી બહાર પાડવામાં આવી છે. જેમાં તમે એક નક્કી કરેલી રકમ જમા કર્યા બાદ 40 વર્ષની ઉંમરમાં જ પેન્શન મળવાની શરૂ થઈ જશે. જો તમે પણ ઈચ્છો છો કે આ યોજનાનો લાભ લેવો જોઈએ તો જાણી લો એલઆઈસીની આ સ્કીમ વિશે. પાત્રતા 📢 આ યોજનાનો ભાગ બનવા માટે ન્યૂનતમ આયુષ્ય 40 વર્ષ છે અને વધુમાં વધુ 80 વર્ષ છે. જોકે, આ એક હોલ લાઇફ પોલિસી છે, જેમાં પેન્શન આખી જિંદગી મળે છે. જ્યાં સુધી પેન્શનધારક જીવિત રહે છે. સરલ પેન્શન પોલિસી શરૂ થયાની તારીખથી છ મહિના પછી ગમે ત્યારે સરન્ડર કરી શકાય છે. યોજનાને લેવાની બે રીત : 1️⃣ સિંગલ લાઈફ- તેમાં પોલિસી કોઈ એકના નામ પર રહેશે, જ્યાં સુધી પેન્શનધારક જીવિત રહેશે, ત્યાં સુધી પેન્શન મળતું રહેશે, ત્યારબાદ ધારકનું મોત થયા બાદ બેસ પ્રીમિયમની રકમ તેના નોમિનીને પાછી આપી દેવામાં આવે છે. 2️⃣ જોઈન્ટ લાઈફ- તેમાં બન્ને જીવનસાથીને કવર કરે છે. જ્યાં સુધી પ્રાઈમરી પેન્શનધારી જીવિત રહેશે, તેણે પેન્શન મળતું રહેશે. તેના મોત બાદ તેના જીવનસાથીને જીવનભર પેન્શન મળતું રહેશે. તેના પણ મૃત્યું પછી બેસ પ્રીમિયમની રકમ તેના નોમિનીની સોંપી દેવામાં આવશે. કેટલું કરવાનું રહેશે રોકાણ : 📢 જો તમને દર મહિને પેન્શન જોઈએ છે, તો તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયા પેન્શન લેવું પડશે, ત્રણ મહિના માટે 3000 રૂપિયા, 6 મહિના માટે 6000 રૂપિયા અને 12 મહિના માટે 12000 રૂપિયા લેવું પડશે. કોઈ મહત્તમ મર્યાદા નથી. 📢 આ પ્લાન હેઠળ એન્યૂટી ચૂકવવા માટે 4 વિકલ્પો મળે છે. જેના થકી તમે તમારી ચુકવણી માસિક, દર ત્રણ મહિને, દર 6 મહિને લઈ શકો છો અથવા તમે તેણે 12 મહિનામાં લઈ શકો છો. 📢 પૉલિસી સરેન્ડર કરવા પર મૂળ કિંમતના 95% રિફંડ કરવામાં આવે છે. આ યોજના (સરલ પેન્શન પ્લાન) હેઠળ લોન લેવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. તમે યોજનાની શરૂઆતના 6 મહિના પછી લોન માટે અરજી કરી શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
39
11