AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એક વાર ટ્રાય કરો આ ખેતીની!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
એક વાર ટ્રાય કરો આ ખેતીની!
🪵ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ દેશની મોટા ભાગની વસ્તી ખેતી સાથે જોડાયેલ છે. ખેડૂતો દેશના મોટા મોટા ભાગમાં ઘઉં, ડાંગર, તેલીબિયાં પાકની વાવણી કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ખેડૂતો પરંપરાગત ખેતી કર્યા બાદ અન્ય ખેતી પર પણ ધ્યાન આપવું જોઈએ. ખેડૂતો ઈમારતી લાકડાના આ 4 ઝાડ લગાવીને 12થી 15 વર્ષમાં કરોડપતિ બની શકે છે. 🪵સાગનું ઝાડ લગાવીને ખેડૂતો સારી એવી કમાણી કરી શકે છે. સાગના લાકડાની બજારમાં ખૂબ ડિમાન્ડ હોય છે. ખેડૂતો સાગના ઝાડને ચોમાસામાં લગાવી શકે છે. તે આ સીઝનમાં ખૂબ જ સારુ થાય છે. 1 એકરમાં સાગના 400 છોડ લગાવી શકાય છે. તેની ખેતીમાં લગભગ 45થી 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચો આવે છે. તો વળી 12 વર્ષ બાદ તેના ઝાડની કિંમત 40 હજાર રૂપિયા સુધી પહોંચે છે. ત્યારે આવા સમયે તમે 12 વર્ષ બાદ 400 ઝાડ વેચશો તો તમારી કમાણી 1 કરોડને 60 લાખ રૂપિયા થશે. 🪵નીલગરી એટલે કે સફેદાનું ઝાડ લગાવવામાં ખૂબ જ ઓછો ખર્ચો આવે છે. આ એક સસ્તો પાક છે, જે ખૂબ જ વધારે નફો આપે છે. એક હેક્ટર વિસ્તારમાં નીલગરીના 3000 છોડ લગાવી શકાય છે. આ છોડ નર્સરીમાં આસાનીથી ઉગાડીને 7 અથવા 8 રૂપિયામાં આપને મળી જશે. આ અનુમાનથી તેની ખેતીમાં 21 હજારનો ખર્ચો આવશે. જો લાકડાની વાત કરીએ તો, 5 વર્ષ બાદ 3000 ઝાડથી 12000 કિલો લાકડું મળશે. નીલગરી ની ખેતીથી 5 વર્ષના ગાળામાં 60 લાખ રૂપિયાનો નફો થઈ શકે છે. 🪵મહોગનીના ઝાડની બજારમાં પણ ખૂબ ડિમાન્ડ છે. તેનું લાકડું જોવામાં હળવું લાલ અને ભુરા રંગનું હોય છે. મહોગની એક એવું ઝાડ છે, તેને લગાવીને ખેડૂતો કરોડપતિ બની શકે છે. કારણ કે જો એક એકર જમીનમાં મહોગનીના 120 ઝાડ લગાવીએ તો, 12 વર્ષમાં ખેડૂતો કરોડપતિ બની જશે. તેના લાકડા લાંબા સમય સુધી ખરાબ થતા નથી અને તેના પર પાણીની કોઈ અસર થતી નથી.5 વર્ષ બાદ તે બિયારણ આપવા લાગે છે. જેને બજારમાં 1 હજાર રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. વળી બજારમાં આ લાકડાની કિંમત 2 હજારથી 3 હજાર રૂપિયા પ્રતિ ક્યૂબિક ફુટ છે. 🪵માલાબાર લીમડાની બજારમાં પણ ખૂબ ડિમાન્ડ છે. માલાબાર લીમડાનું ઝાડ એક એવું ઝાડ છે. જેને લઈને ખેડૂતો માલામાલ થઈ શકે છે. આ અઢી એકરના ખેતરમાં 2 થી અઢી હજાર છોડ લગાવી શકાય છે.માલાબાર લીમડાની વાવણીના 3 વર્ષ કાગળ અને માચિસની સળીઓ બનાવવામાં કામમાં આવે છે. 5 વર્ષ બાદ પ્લાઈવુડ અને 8 વર્ષ બાદ તેનો ઉપયોગ ફર્નીચર બનાવવામાં થાય છે જેમ જેમ આ ઝાડની ઉંમર વધતી જાય છે, તેમ તેમ તેની કિંમત વધતી જશે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
0
અન્ય લેખો