AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઊંઝામાં વેગ પકડતી નવાં જીરું, વરિયાળીની આવકો !
બજાર ભાવવ્યાપાર જન્મભૂમિ
ઊંઝામાં વેગ પકડતી નવાં જીરું, વરિયાળીની આવકો !
👉 ઊંઝા એપીએમસી ખાતે હવે ધીમે ધીમે નવા જીરુ અને વરિયાળીની આવકો વેગ પકડી રહી છે. જીરાની હાલમાં મોટે ભાગે સૌરાષ્ટ્રમાંથી, જ્યારે વરિયાળીની આવકો આબુરોડથી થાય છે. પહેલી માર્ચથી એપ્રિલના અંત સુધીમાં બન્ને ચીજોની ભરપૂર આવકો રહેશે. ઇસબગૂલનો નવો માલ સામાન્ય રીતે માર્ચ આખરમાં આવે છે. જેમ જેમ ગરમી વધશે તેમ આવકો ભરચક રહેશે. માર્ચ અને એપ્રિલમાં સિઝનલ ઘરાકી રહેશે. આ સિઝન મે આખરમાં પૂરી થઇ જશે એ પછી તેજી-મંદીનો આધાર નિકાસ ઉપર રહેશે. 👉 જીરામાં નવા માલની આવકો દૈનિક 600 થી 700 બોરીની રહી છે. નવા માલના ભાવ રૂ. 2500થી 2800 ની વચ્ચે છે. જ્યારે જૂના માલના રૂ. 2300થી 2500 છે. જૂના માલમાં પણ સ્ટોકિસ્ટો અને ખેડૂતમાલની અને વેપારીઓની આવકો સાડાત્રણ હજારની આવકો થાય છે. ગુણવત્તા સારી હોવાનું વેપારીઓ જણાવે છે. નવા અને જૂના માલ એમ બન્નેમાં થઇ કુલ ચારેક હજાર બોરીના કામકાજ થાય છે.' 👉 આબુરોડની બેસ્ટ ક્વોલિટીની વરિયાળીની દૈનિક 500થી 600 બોરીની આવકો થાય છે. જોકે સાબરકાંઠામાંથી પણ પરચૂરણ આવકો થઇ રહી છે. પાઇપલાઇન ખાલી હોવાથી વરિયાળીમાં ભાવ નીચામાં રૂ. 2000થી 4000 સુધી બોલાય છે. જૂના પડી રહેલા માલ રફ હોવાથી ઉપાડ ઓછો છે. વરિયાળીમાં જૂનો માલ 3 લાખ બોરીનો કેરીઓવર થવાની શક્યતા છે. 👉 વરિયાળીનું પાછલા વર્ષે 12 લાખ બોરીનું ઉત્પાદન થયું હતું તે ચાલુ વર્ષે પણ 15 લાખ બોરીનું થવાની શક્યતા છે. સામે વાર્ષિક ખપત 12 લાખ બોરીની જ હોવાથી વરિયાળીમા તેજી થવાની શક્યતા વેપારીઓ જોતા નથી. છેલ્લા બે વર્ષથી નિકાસ કામકાજ પાંખા છે. વરિયાળીમાં દૈનિક બે હજાર બોરીના કામકાજ થાય છે.' 👉 ઇસબગૂલમાં બમણા વાવેતરને જોતા બજાર સતત ઘસારાતરફી છે. તેના ભાવ મણે રૂ. 2200થી 2300 છે. તેમાં હાલમાં આશરે બે હજાર બોરીના કામકાજ થાય છે. રાયડામાં પણ ઊંઝા ખાતે રાયડાનો ભાવ રૂ. 1000થી 1100નો ભાવ હોવાથી હાલમાં ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે. રાયડામાં દોઢુ ઉત્પાદન થવાની ધારણા છે.' 👉 દરમિયાનમાં સૌરાષ્ટ્રમાંથી ધાણાની આવકો ચાલુ થઇ ગઇ છે. નવા માલનો હરાજીનો ભાવ રૂ. 1200થી 1300 પડી રહ્યો છે. ધાણાની આવક સૌરાષ્ટ્રમાં રોજ 15-18 હજાર ગુણીની થઇ જાય છે. ઉંઝામાં હવે આવક સુધરશે. તલમાં સિઝનલ ઘરાકી ઓછી થઇ જતા પરચૂરણ કામકાજ થાય છે.' 👉 સંદર્ભ : વ્યાપાર જન્મભૂમિ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
8
અન્ય લેખો